Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

રૂ.પાંચ હજારના લાંચ કેસમાં આર્મ્સ પોલીસમેન મહેબુબ શેખનો નિર્દોષ છુટકારો ફરમાવતી કોર્ટ

આરોપીએ લાંચ સ્વીકારી હોવાનું પુરવાર થતુ નથીઃ બચાવપક્ષની સફળ રજુઆત

રાજકોટ તા. ર૪ : રૂ.પાંચ હજારની લાંચ કેસમાં પકડાયેલ ભાવનગર પાલીતાણા ટાઉન પોલીસ આર્મ્સ પોલીસ કોન્સ્ટેબલ મહેબુબ રહીમભાઇ શેખ સામેનો કેસ ચાલી જતા રાજકોટના અધિક સેસન્સ જજ શ્રી બાબીએ નિર્દોષ છોડી મુકેલ છે.

આ બનાવ અંગે ફરીયાદી પંકજભાઇ હસમુખભાઇ શેઠે આરોપી પોલીસમેન વિરૂદ્ધ લાંચ કેસની ફરીયાદ નોંધાવી હતી.

ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે આ કામમાં ફરીયાદી વિરૂદ્ધ અપહરણનો કેસ ભાવનગરની કોર્ટમાં ચાલતો હોય આ કેસમાં મુંબઇના ૪ સાક્ષીઓને મુંબઇ જઇને સમન્સ બજાવયા તેમજ કેસમાં ફેરવમાં જુબાની આપશે તેમ કહીને આરોપી પોલસમેન રૂ.૧૦ હજારની લાંચ પોલીસમેને ફરીયાદી પાસેથી માંગી હત. જે અંગે ફરીયાદીએ એ.સીબી.માં ફરીયાદ કરતા રૂ. પાંચ હજાર લેતા રાજકોટમાં પોલીસમેન મેહબુબ શેઠ પકડાઇ ગયો હતો.

આ ગુનામાં આરોપી વિરૂદ્ધ કોર્ટમાં ચાર્જશીટ થતા કેસ સેસન્સ કોર્ટમાં શરૂ થતા આરોપીના બચાવપક્ષે એડવોકેટ દફતરીએ રજુઆત કરી હતી કે આરોપીએ લાંચની રકમ સ્વીકારી હોય તેવું સાબીત થતુ ન હોય આરોપી પોલીસમેનને છોડી મુકવો જોઇએ.

આ કેસ ચાલી જતા એડી સેસન્સ જજ શ્રી બાબીએ કેસની હકીકતો બચાવ પક્ષની દલીલો અને પુરાવાને ધ્યાને લઇને અદાલતે લાંચ રૂશ્વત અંગેનો કેસ પુરવાર થતો નહોય તેવું ઠરાવીને આરોપી મહેબુબ શેખને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો હતો.

આ કેસમાં આરોપી પોલીસમેન વતી એડવોકેટ નિરંજન એસ.દફતરી, પથિક દફતરી, ભાવીન દફતરી, દિનેશ રાવલ, નેહા દફતરી, નુખુર દફતરી, મુકેશ કેસરીયા યુવરાજસિંહ જાડેજા વિગેરે રોકાયેલ છે.

 

(4:01 pm IST)