Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

અટલ યુવા રાષ્ટ્રીય અધિવેશનમાં રાજકોટની ટીમ કાર્યરત

રાજકોટ :  હૈદ્રાબાદ ખાતે તા.૨૬ થી ૨૮ ઓકટોબર દરમિયાન અટલ યુવા રાષ્ટ્રીય અધિવેશન યોજાયેલ છે. જેમાં ગુજરાતભરમાંથી ત્રણ હજાર યુવા કાર્યકરો ભાગ લઈ રહ્યા છે. રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ અને યુવા ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ પૂનમ મહાજનની અધ્યક્ષતામાં આ અધિવેશન યોજાશે. યુવા ભાજપ પ્રદેશ અધ્યક્ષ ડો.ઋત્વિજ પટેલની આગેવાનીમાં ધવલ દવે, ગૌતમ ગોસ્વામી, ધવલ આચાર્ય અને સત્યદીપસિંહ પરમાર સહિતના કાર્યકરોની ટીમ પહોંચી ગઈ છે. જે જગ્યાએ અધિવેશન યોજાયેલ છે. તે સ્થળનું પૂનમ મહાજન દ્વારા ભૂમિ પૂજન કરવામાં આવ્યુ હતું.(૩૭.૧૧)

 

(3:58 pm IST)