Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

સ્ટોક એકસચેન્જ દ્વારા અનુદાન

 રાજકોટ : સૌરાષ્ટ્ર કચ્છ સ્ટોક એકસચેન્જ લી. તથા એસકેએસઈ લી. દ્વારા અબોલ - નિરાધાર પશુઓના જીવદયા કેન્દ્ર સમાન, રાજકોટ મહાજનની પાંજરાપોળને માતબર રકમનું દાન આપીને અનુમોદનીય કાર્ય કરેલ. બંને બોર્ડના ડાયરેકટરો સર્વેશ્રી સુનિલભાઈ શાહ, બાલક્રિષ્નાભાઈ પરસાણા, હસમુખભાઈ બલદેવ, નંદકિશોરભાઈ જાડેજા, મુકેશભાઈ દોશી, હિતેષભાઈ મહેતા, મીલનભાઈ મીઠાણી, બીપીનભાઈ મહેતા, વી. પી. વૈષ્ણવ દ્વારા રૂપિયા એક લાખ - અગીયાર હજાર - એકસો - અગિયારના બે ચેક આપવામાં આવેલ. સંજયભાઈ મહેતાએ આભારવિધિ કરેલ.(૩૭.૧૦)

 

(3:58 pm IST)