Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

આપણી ઓફીસમાં રહેલી પાંચ સૌથી જંતુ વાળી જગ્યાઓઃ તેનાથી સુરક્ષીત કેવી રીતે રહેવું

બેકટરેયાથી સુરક્ષિત રહીને કામ પર પહોંચવું અઘરૃં છે. સબવે (લોકલ ટ્રેન) તેનાથી ખદબદે છે. તો સીડીની રેલીંગ અને રીવોલ્વીંગ દરવાજાની પણ તેવી જ પરિસ્થિતિ છે. પણ તમે તમારી ખુરશી પર બેસી જાવ પછી પણ તમે જંતુઓથી નથી બચતા.

વધુ અવર જવર વાળી જગ્યાઓ કે જયાં એકજ જગ્યાએ અલગ અલગ પ્રકારના ઘણા બધા લોકોનો સ્પર્શ થતો હોય તેવી બધા જગ્યાએ જંતુઓની માત્ર ઘણી બધી વધારે હોય છે અને તમારી ઓફીસ પણ તેમાં અપવાદ નથી. પણ વારંવાર હાથ ધોવાની એક મુખ્ય અગમચેતી રાખવાથી તમે બિમાર થવાનું જોખમ ઘટાડી શકો છો.

ઓફીસમાં જંતુઓથી સભર એવી પાંચ જગ્યાઓ.

(૧) લીફટના બટન અને સીડીની રેલીંગ

ન્યુયોર્ક યુનિવર્સિટીના લેન્ગોન મેડીકલ સેન્ટરમાં માઇક્રોબાયોલોજી અને ઇમ્યુનોલોજી વિભાગના ડાયરેકટર ફીલીપ ટીએર્નો કહે છે બીજો માળકે તેની ઉપરના માળે જતી દરેક વ્યકિત લીફટના બટનને અથોવા સીડી/એલીવેટરની રેલીંગને સ્પર્શ કરે જ છે. ઓપન મેડીસીન નામના જર્નલમાં પ્રકાશિત થયેલ એક અભ્યાસમાં કહેવાયું છે કે ૬૧ ટકા લીફટના બટન જંતુથી ખદબદતા હોય છે જયારે તેની સામે રેગ્યુલર સાફ થતા ટોઇલેટનું પ્રમાણ ૪૩ ટકા જ હોય છે. એસ્કેલેટરની રેલીંગનું મટીરીયલ પણ મોટો ભાગ ભજવે છે. રીસર્ચ એવું પણ જાણવા મળ્યું છે કે સબવેના હેન્ગીંગ હેન્ડલ અને કારના હેન્ડલ પણ જંતુઓના હોટ સ્પોટ છે અને તેનું કારણ તેની   રબ્બર મટીરીયલની ગ્રીપ છે.

(ર) ઓફીસનો દરવાજો

ટીએર્નો કહે છે કે દરવાજાના હેંડલએ ચેપ ફેલાવવાનું બહુ સામાન્ય સાધન છે. દરવાજાના હેંડલ અથવા નોબ કયા મટીરીયલના બનેલા છે તેના પર તેમાં કેટલા જંતુ રહેલા છે તેનો આધાર છે. કોટીંગ અને કલર કર્યા વગરના નોબ પર તાંબા, ઝીંક કે નીકલના નોબની સરખામણીમાં વધારે જંતુઓ હોય છે.

(૩) કોમ્પ્યુટર ડી. બોડ

કોમ્પ્યુટર કી બોર્ડને તમે એક જ વાર સ્પર્શ કરો તો પણ તમને જંતુઓ લાગી શકે છે એવું અમેરીકન જર્નલ ઓફ માઇક્રોબાયોલોજીમાં પ્રગટ થયેલા એક અભ્યાસના લેખકોનું કહેવું છે. બીજાં એક અભ્યાસના તારણ અનુસાર કી બોર્ડ અને માઉસ પર માણસના હાથને જંતુયુકત કરવા માટે પુરતા પ્રમાણમાં જંતુઓ હોય જ છે. દરરોજ તમારૃં કી બોર્ડ અને માઉસ ઘસીને સાફ કરવાથી તેનાથી બચી શકાય છે.

(૪) કોન્ફરન્સ રૂમનો ફોન

અમેરીકન લોકો દિવસમાં લગભગ પ૦ વાર પોતાના મોબાઇલ ફોનને અડકે છે. ે પણ જાણવા મળ્યું છે કે મોબાઇલ પર સ્ટ્રેપ્ટોકોકસ, એમઆરએસએ અને ઇ.કોડી જેવા હાનીકારક જંતુઓ હોય છે. પણ નિષ્ણાતો તેની નહીં પણ કોન્ફરન્સ રૂમના અથવા ઓફીસના ફોન જેવા વધુ લોકો દ્વારા ઉપયોગ થતો હોય તેની વાત કરે છે. કારણ કે તે ભાગ્યે જ સાફ કરાતા હોય છે.

(પ) કેન્ટીનમાં ચાના કપ

એક અભ્યાસનું તારણ છે કે ર૦ ટકા ચા કે કોફીના કપ પર હાનીકર્તા જંતુઓ જોવા મળ્યા હતા. જંતુ ધરાવતા માણસો તેને સ્પર્શે એટલે જંતુઓ તેની સપાટી પર આવી જાય છે.

આ બધાથી રક્ષણ મેળવવાનો એક માત્ર ઉપાય છે થોડી થોોડી વારે તમારા હાથ વ્યવસ્થિત રીતે ધોતા રહો અને જમ્યા પહેલા અથવા તમારા ચહેરાનો સ્પર્શ કરતા પહેલા તો ખાસ.

(ટાઇમ્સ હેલ્થના સહયોગથી)

(3:56 pm IST)