Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

રાસ ગરબા હરીફાઇ

 કોઠારીયા નાકા મિત્ર મંડળ ટ્રસ્ટ સંચાલિત સિવણ કલાસની બહેનો માટે તાજેતરમાં રાસ ગરબા હરીફાઇ યોજવામાં આવી હતી. કાર્યક્રમના પ્રારંભે સ્વાગત પ્રવચન કિશોરભાઇ પટેલે કરેલ. સંચાલન નિલેશભાઇ વોરા અને યશવંતભાઇ પાટડીયાએ કરેલ. બેસ્ટ પરફોર્મન્સમાં પ્રથમ નંબરે રાઠોડ મિતાલી, બીજા નંબરે રાઠોડ નિરાલી, ત્રીજા નંબરે માંડલીયા કાજલ તેમજ વેલ ડ્રેસમાં પ્રથમ સ્થાને રાઠોડ ધારા તથા બીજા નંબરે રાણપરા કેતના જાહેર થયેલ. આશ્વાસન ઇનામના હકદાર ધીનોજા અંકિતા અને રાજપરા મીનલ બનેલ. તેમજ સીનીયર અને બાળકોને મહેમાનોના હસ્તે ઇનામો અપાયા હતા.

(3:55 pm IST)