Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

વેસ્ટર્ન રેલ્વે એન્જી. એસો. ના નવી કમીટી જાહેર

 વેસ્ટર્ન રેલ્વે એન્જીનીયર્સની ઝોનલ એકઝીકયુટીવ કમીટીની બેઠક ઝોનલ સમિતિના સદસ્યોની હાજરીમાં તાજેરમાં રાજકોટ ખાતે મળી હતી. એન્જી. યુ. વી.એસ. તોમર - પ્રમુખ, એન્જી. આર. પી. શર્મા - સલાહકાર, એન્જી. એસ. પી. વર્મા - જનરલ સેક્રેટરી, એન્જી. એ. પી. મોર્ય - નાણા સચિવ, એન્જી. દરબારસિંહ - એકઝીકયુટીવ મેમ્બર, એન્જી. એસ. એસ. બુંડેલા - સંગઠન સચિવ એઆઇઆરઇએફ, પશ્ચિમ રેલ્વેના અન્ય મંડળના એન્જી. એસ. ચતુર્વેદી- અમદાવાદ, એન્જી. શરદ પાંડે - મુંબઇ, એન્જી. આર.એલ.શર્મા- ભાવનગર, એન્જી. એસ. કે. સિંહ, એન્જી. નાગેન્દ્રકુમાર - વટવા ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં વેસ્ટર્ન રેલ્વે એન્જી. એસો.રાજકોટ ડીવીઝનની દ્વીવાર્ષિક સામાન્ય સભા મળી હતી. જેમાં નવા મંડળ કમીટીના સભ્યોની સર્વસંમતિથી વરણી કરાતા મંડળના પ્રમુખ તરીકે એન્જી. આર. સી. સકસેના, વાઇસ પ્રેસીડન્ડ તરીકે ભૂપેશ ગૌતમ, સચિવ તરીકે રાજીવકુમાર, નાણાં સચિવ એચ. કે. બાર્થવાલ, સંગઠન સચિવ તરીકે ત્રિવેન્દ્રકુમાર, ઓડીટર તરીકે મનોજ અગ્રવાલ, સંયુકત સચિવ તરીકે સુજીત કુમાર, સહાયક સચિવ તરીકે એન. કે. રાઠી, સચિવ તરીકે વાય. કે. ગુપ્ત, મીડીયા ઇન્ચાર્જ તરીકે ગોવર્ધન શર્મા અને એકઝીકયુટીવ મેમ્બરોમાં આર. વી. મહેતા, દેવચરણ રાજવર, સચિન સાહુની નિયુકિત કરાઇ હતી. (૧૬.૧)

 

(3:54 pm IST)