Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

પ્રોબ્લેમ પર નહી સોલ્વીંગ પર ફોકસ કરોઃ અલ્પેશ શીંગાળા

કેએસપીસી દ્વારા જીએચસીએલના સહયોગથી યોજાયો 'કવોલીટી ઓફ સકસેસફુલ બિઝનેસમેન' વાર્તાલાપ

રાજકોટ : કચ્છ -સોૈરાષ્ટ્ર પ્રોડકટીવીટી કાઉન્સીલના સેન્ટર ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ દ્વારા જીએચસીએલ લી. સુત્રાપાડાના સહયોગથી તાજેતરમાં બાન હોલ ખાતે એકયુરેટ સર્વિસ, રાજકોટના ફાઉન્ડર અને મોટીવેશ્નલ ટ્રેનર અલ્પેશ શીંગાળાનો ''કવોલીટી ઓફ સકસેસફુલ બિઝનેસમેન'' એ વિષયે માર્ગદર્શક વાર્તાલાપ યોજવામાં આવેલ હતો. પ્રારંભે કાઉન્સીલની ટ્રેનીંગ પ્રોગ્રામ કમિટીના ચેરમેન દિપકભાઇ સચદેએ કાર્યક્રમનાં વિષય ઉપરની માહિતી આપેલ હતી. ઉપ પ્રમુખ ડી.જી. પંચમીયાએ કાઉન્સીલની પ્રવૃતિઓની માહિતી સાથે વકતાનો પરિચય આપેલ હતો. કાઉન્સીલના માનદ મંત્રી મનહરભાઇ મજીઠીયાએ વકતા અલ્પેશ શિંગાળાનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી મોમેન્ટો અર્પણ કરેલ. મુખ્ય વકતા અલ્પેશ શીંગાળાએ માર્ગદર્શન આપતા જણાવેલ હતું કે આજનો વિષય એ એન્ટરપ્રિન્યોરને લગતો વિષય છે. આજના વિષયમાં કવોલીટી એ વ્યકિત સાથે જોડાયેલી છે કે જે  બિઝનેસમેનની વેલ્યું સાથે જોડાયેલ છે. જો વ્યકિત પોતાના બિઝનેસને જાણી શકે તો જ તેમાં આગળ વધી શકે. સકસેસફુલ બિઝનેસમેનની નવ કવોલીટી છે જેમાં સોૈ પ્રથમ સાહસિકતાનો સમાવેશ થાય છે. બિઝનેસમાં રીસ્ક લેવું જરૂરી છે. બિઝનેસમાં દરેક સ્તરે આવતી સમસ્યાઓનો ઉકેલ સરળતાથી લાવવો જરૂરી છે. પ્રોબ્લેમ પર ફોકસ કરવા કરતા પ્રોબ્લેમ સોલ્વીંગ પર ફોકસ કરવું જરૂરી છે. તો બિઝનેસમેન પોતાના બિઝનેસમાં જરૂર સફળતા મેળવી શકે છે. કાર્યક્રમમાં કાઉન્સીલની ગર્વનીંગ બોડીના સભ્યો હિરાભાઇ માણેક અન્ય સભ્યમાં નેન્સી શિંગાળા તથા બાન લેબ્સ, પટેલ બ્રાસ, એલ્કોપ ઇન્ડસ્ટ્રીઝ વિગેરે ઇન્ડસ્ટ્રીઝના અધિકારીઓ તથા ગીતાંજલી કોલેજ, સોૈરાષ્ટ્ર યુનિવર્સિટી, કુંડલીયા કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમના અંતે આભાર દર્શન કાઉન્સીલની ટ્રેનીંગ પ્રોગ્રામ કમિટીના ચેરમેન દિપકભાઇ સચદેએ કરેલ હતું. કાર્યક્રમની વ્યવસ્થા કાઉન્સીલના આસી. એકઝીકયુટીવ સેક્રેટરી રવિ ત્રિવેદીએ કરેલ હતી.(૧.૨૮)

(3:54 pm IST)