Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

પૂજા હોબી સેન્ટરના બાળકો સાથે વાલીઓ પણ રાસે રમ્યા

રાજકોટઃ પૂજા હોબી સેન્ટર તથા પોદાર જમ્બો કીડઝ દ્વારા એક દિવસીય દાંડીયારાસનું આયોજન એમ.વી.ધુલેશીયા સ્કૂલમાં યોજવામાં આવ્યું હતું. ૨ થી ૧૫ વર્ષ સુધીના બાળકો, માતા- પિતા તથા વડીલો સાથે અલગ અલગ સ્ટેપ રમી વાલીઓને તથા આમંત્રિતોને ખુશ કરી દીધા હતાં. બાનલેબ્સ પરિવારના શ્રી મૌલેશભાઈ ઉકાણી અને યુ ટર્ન વાળા ઉમેશભાઈના સહયોગ મળેલ. જજ તરીકે ઉમાબેન, હિનાબેનને સેવા આપી હતી. વિજયભાઈ કારીયા, પ્રવિણભાઈ રાઠોડ, હિનાબેન, ઉમાબેન તથા ડો.પૂજા રાઠોડ દ્વારા ઈનામો આપવામાં આવ્યાં હતાં. આયોજનને સફળ બનાવવા માટે પૂજા હોબી સેન્ટર તથા પોદાર જમ્બો કીડઝના કમીટી મેમ્બરો સોનલબેન, દત્તાબેન, દિપ્તીબેન, સીમરનબેન, પ્રીન્સીબેન, અલ્પાબેન, હાર્દિકભાઈ, અવેશભાઈ, મીનાબેન, આરતીબેન, ભાવનાબેન, દીપાબેના, જલ્પાબેન, પૂર્વીબેન, કિંજલબેન, કમલબેન, જયનીબેન, ડો.પૂજા રાઠોડ, દીપુબેન તથા સંચાલિકા શ્રીમતી પુષ્પા રાઠોડે જહેમત ઉઠાવી હતી.(૩૦.૪)

(3:53 pm IST)