Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

બેધડક ફટાકડા ફોડજો, રૂપાણી સરકાર ભલે જેલ ભેગા કરી દયે

કોંગી અગ્રણી ડો. હેમાંગ વસાવડાની શાબ્દિક આતશબાજી

રાજકોટ તા. ૨૪ : દેશની સરકાર લાચાર અને ઇતિહાસની સૌથી નબળી બની રહી હોય તેમ સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ હિન્દુઓના ધર્મસ્થાન અને ધર્મોત્સવ સુધી પહોંચી ગયાનો વસવસો કોંગ્રેસના અગ્રણી ડો. હેમાંગ વસાવડાએ એક યાદીમાં વ્યકત કરેલ છે.

તેઓએ જણાવ્યુ છે કે ગઇકાલે સુપ્રિમ કોર્ટે હિન્દુઓના દિવાળીમાં ફટાકડા કઇ રીતે ફોડવા, કેટલા ફોડવા તેનો આદેશ આપ્યો છે. નવરાત્રી, દહી હાંડી, શનિ શીંગળાપુર, સબરીમાલા અને હવે દિવાળીના તહેવારો ફટાકડા ફોડવાના આનંદ પર રોક લગાવવા પ્રયાસ થયો છે.

કેરલાની પ્રજાએ જે કરી બતાવ્યુ તે હવે દેશની પ્રજાએ કરી બતાવવુ પડશે? દિવાળીમાં બિન્દાસ ફટાકડા ફોડવા ડો. હેમાંગ વસાવડાએ અપીલ કરી જણાવ્યુ છે કે ભલે વિજય રૂપાણી સરકાર જેલ ભેગા કરી પણ ફટાકડા બેધડક ફોડજો. ફટાકડા ફોડતા જેલમાં જવાની ઘટના સરકારના ગાલ પર તમાચો સાબીત થશે. (૧૬.૫)

(3:51 pm IST)