Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

શ્રી બાબર(હિન્દુ) સમાજ દ્વારા કાલે વિદ્યાર્થી સન્માન સમારોહઃ ૩૦૦ છાત્રોને શૈક્ષણિક કીટ

રાજકોટઃ શ્રીબાબર (હિન્દુ) સમાજ દ્વારા આવતીકાલે તા.૨૫/૯ રવિવારે સવારે ૯ કલાકે છઠ્ઠો વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં પંડિત દીનદયાલ હોલ, પેડકરોડ ખાતે આવ્યું છે જેમાં ધો.૧થી અનુસ્નાતક સુધીના ૩૦૦ છાત્રોનું સન્માન કરવામાં આવશે.

આયોજનને સફળ બનાવવા માટે કમીટી–૨૦૨૨નાં શ્રીમલ્કેશભાઇ પરમાર, શ્રીગોવિંદભાઇ પરમાર તેમજ શ્રીઇન્દુભાઇ ચૌહાણ, શ્રીભરતભાઇ ચૌહાણ, શ્રીજયેશભાઇ પરમાર, શ્રીઅશ્વિનભાઇ વાળા, શ્રીડો. સંદિપકુમાર વાળા, શ્રીઅશોકભાઇ મકવાણા, શ્રીભાવિકભાઇ મકવાણા, શ્રીમનસુખભાઇ ચૌહાણ, શ્રીમૂળજીભાઇ ઝાલા, શ્રીઅશોકભાઇ સરવૈયા, શ્રીપ્રવિણભાઇ દેવેરા, શ્રીહિતેશભાઇ ઝાલા, શ્રીવિશાલભાઇ ગઢદરા, શ્રીજયદીપભાઇ ગઢદરા, શ્રી કલ્પેશભાઇ મોરી જહેમત ઉઠાવી રહ્યા છે વધુ માહિતી માટે ઇન્દુભાઇ ચૌહાણ મો.૯૯૭૪૮ ૪૪૨૪૪ નો સંપર્ક કરવો( તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(5:21 pm IST)