Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

પીઆઇ પત્‍નિની લોડેડ પિસ્‍તોલ સાથે પકડાયેલ જસજીત ચહલના રિમાન્‍ડ મંગાયા

રાજકોટ તા. ૨૪: ગઇકાલે રામનાથપરા ગરૂડ ગરબી ચોકમાં એક શખ્‍સે ગરબીના મંડપ નાંખી રહેલા મજૂરોને રસ્‍તા પરથી મંડપનો સામાન હટાવવાનું કહી માથાકુટ કરી પોતાની પાસેથી પિસ્‍તોલ કાઢી હતી. આ બનાવમાં પોલીસે તપાસ કરતાં આ શખ્‍સનું નામ જસજીત સુરેન્‍દ્રસિંઘ ચહલ (રહે. પોલીસ હેડક્‍વાર્ટર બ્‍લોક નવા બિલ્‍ડીંગ) હોવાનું ખુલ્‍યું હતું અને તેના પત્‍નિ પીઆઇ તરીકે ફરજ બજાવતાં હોવાનું સામે આવ્‍યું હતું.

આ બનાવમાં પીએસઆઇ જે. ડી. વસાવાએ ફરિયાદી બની આર્મ્‍સ એક્‍ટની કલમ ૨૫ (૧-બી) (એ) મુજબ પત્‍નિની પિસ્‍તોલ, પંદર કાર્ટીસ ગેરકાયદેસર રીતે સાથે રાખવાનો ગુનો નોંધી ૮૦ હજારની પિસ્‍તોલ, ૧૫૦૦ના કાર્ટીસ અને જીજે૧૨ડીએચ-૭૨૦૨ નંબરનું ટુવ્‍હીલર કબ્‍જે કર્યુ હતું. વિશેષ પુછતાછ માટે જસજીત ચહલને બપોરે રિમાન્‍ડ માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવા તજવીજ થઇ હતી.

(4:09 pm IST)