Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

સાધુવાસવાણી રોડ શાકમાર્કેટમાં ખરીદી માટે નિકળેલા તબીબ રમેશભાઇનો મોબાઇલ સેરવાયો

રાજકોટ,તા.૨૪ : સાધુવાસવાણી રોડ પર આવેલી શાકમાર્કેટમાં ખરીદી કરવા નીકળેલા તબીબના ખીસ્‍સામાંથી ગઠીયો રૂા. ૭૦ હજારનો એપલ મોબાઇલ ફોન સેરવી લેતા ફરિયાદો થઇ છે.

મળતી વિગતો મુજબ મુળ વાંકનેર આથર્વ હોસ્‍પિટલ લુહાર વાડીની પાછળ હાલ સાધુવાસવાણી રોડ પર ટોયલેન્‍ડ રેસીડેન્‍સી બ્‍લોકનં. એલ.-૭૦ મકાનમાં રહેતા ધ્રુવ રમેશભાઇ પ્રજાપતી (ઉવ.૨૧) એ યુનવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્‍યું છે કે, પોતે સીવીલ હોસ્‍પિટલમાં એમ.બી.બી.એસ.ના ત્રીજા વર્ષમાં અભ્‍યાસ કરે છે. પિતા બાળરોગ નિષ્‍ણાંત છે તે વાંકાનેર ખાતે અર્થવ હોસ્‍પિટલ ચલાવે  છે. અને માતા-પિતા બંને પોતાને મળવા રાજકોટ અવારનવાર આવે છે. ઘરવખરીનો સમાન ખરીદવા માટે આવે છે. અને પરત વાંકાનેર જતા રહે છે. ગત તા.૧૮ના રોજ બપોરે માતા-પિતા રાજકોટ આવ્‍યા હતા અને બંને સાધુવાસવાણી રોડ પર શાકમાર્કેટ પાસે શાકભાજી ખરીદવા માટે ગયા હતા દરમ્‍યાન અજાણ્‍યા શખ્‍સે પિતાની નજર ચૂકવી તેના ખીસ્‍સામાંથી રૂા. ૭૦ હજારની કિંમતનો આઇ ફોન કાઢી લીધો હતો. ત્‍યારબાદ પિતાએ બનાવની પોતાને જાણ કરતા પોતે યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા હેડકોન્‍સ. એસ.આર. દાફડાએ તપાસ હાથ ધરી છે. 

(4:08 pm IST)