Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

ફૂડ શાખાના દરોડા લક્ષ્મીનગર - પોપટપરાના ૨૨ વેપારીને નોટીસ

ખાણીપીણીના ૩૫ ધંધાર્થીને ત્યાં ચેકીંગ : મોરબી રોડ તથા રણુજા વિસ્તારમાંથી દૂધના બે નમૂના લેવાયા

રાજકોટ તા. ૨૪ : મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટીમ દ્વારા ફૂડ સેફટી ઓન વ્હીલ્સ વાન સાથે મહાદેવ વાડી મેઇન રોડ, લક્ષ્મીનગર મેઇન રોડ તથા પોપટપરા  વિસ્તારમાં આવેલ ખાણી-પીણીના ૩૫ ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. આ ચકાસણી દરમિયાન સીતારામ ડેરી ફાર્મ, માધવ હોટેલ, ખોડિયાર જનરલ સ્ટોર, રાજુભાઇ પાણીપુરીવાલા, ડિલકસ પાન, શિવશકિત માર્ટ, રઘુવીર પ્રોવિઝન સ્ટોર, દ્વારકાધીશ પ્રોવિઝન સ્ટોર, બંશીધર પ્રોવિઝન સ્ટોર, લક્ષ્મી પ્રોવિઝન સ્ટોર તથા શિવ કિરાણા ભંડાર, સર્વોદય કોલ્ડ્રીંકસ, શ્રી રામ પ્રોવિઝન સ્ટોર, શિવ જનરલ સ્ટોર, વિનાયક મેડિકલ સ્ટોર, શ્રધ્ધા મેડિકલ સ્ટોર, મહાદેવ કરિયાણા ભંડાર, ક્રિષ્ના ઘુઘરા એન્ડ પકોડા, રિધ્ધી સિધ્ધી સેલ્સ એન્ડ જનરલ સ્ટોર, શ્રી ખોડિયાર પ્રોવિઝન સ્ટોર, વિશાલ પાન, રાજશકિત આઇસ્ક્રીમ સહિત ૨૨ વેપારીને નોટીસ પાઠવવામાં આવી છે.

બે નમૂના લેવાયા

ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ હેઠળ મિકસ દૂધ (લુઝ)ના નાગબાઇ ડેરી ફાર્મ - ઉત્સવ સોસાયટી મેઇન રોડ, સેટેલાઇટ ચોક, મોરબી રોડ તથા ગજાનંદ ડેરી ફાર્મ એન્ડ જનરલ સ્ટોર : શ્યામ પાર્ક-૪, રામ રણુજા મંદિર પાછળ, શ્રી ઓમનાથ મહાદેવ સામેથી બે નમૂના લેવામાં આવ્યા છે.

(4:07 pm IST)