Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના યુવક મહોત્‍સવમાં કૌશલ ઝળકાવતા વિદ્યાર્થીઓ

રાજકોટઃ સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી દ્વારા યુવાનોમાં રહેલી સુશુપ્ત શકિતઓને બહાર લાવવા અને યુવા પ્રતિભાને પ્રોત્‍સાહીત અને પુરસ્‍કૃત કરવા તેમજ યુવાનોની શકિતને પ્રગટાવતી વિવિધ સ્‍પર્ધાઓમાં હજારો સ્‍પર્ધકો સામેલ થાય તેવા શુભ હેતુથી પ્રતિવર્ષ યુવક મહોત્‍સવનું આયોજન કરવામાં આવે છે. પ૦ મો યુવક મહોત્‍સવ અમૃત કલા મહોત્‍સવનું આયોજન સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી કેમપસ ખાતે આયોજન કરવામાં આવેલ છે. ઉપરાંત સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી પરીસરમાં નવનિર્માણ પામેલ ત્રણ બિલ્‍ડીંગો ઓપન એર સ્‍ટેજ, એક્ષટેન્‍શન ઓફ ઇમ્‍બાઇન્‍ડ સાયન્‍સ સાયન્‍સ લેબોરેટરી અને સ્‍પોર્ટસ હોસ્‍ટેલનું લોકાર્પણ તથા આગામી સમયમાં નિર્માણ પામનાર એમ.સી.એ. ભવન, ભાષા ભવન અને નવા આઇ.કયુ. એ.સી. બિલ્‍ડીંગનું ખાતમુહુર્ત ગુજરાત રાજયના કેબીનેટ કક્ષાના આદરણીય શિક્ષણમંત્રી શ્રી જીતુભાઇ વાઘાણીના હસ્‍તે કરવામાં આવેલ હતું. જે લોકાર્પણો થયા છે એમાં ઓપન એર સ્‍ટેજને સૌરાષ્‍ટ્ર અને ગુજરાતી ભાષાના સુપ્રસિધ્‍ધ વાર્તાકાર કાનજી ભુટા બારોટ રંગમંચ સ્‍પોર્ટસ હોસ્‍ટેલને જામનગરના રાજવી અને જાણીતા ક્રિકેટર જામનગરના રાજવી અને જાણીતા ક્રિકેટર જામ રણજીતસિંહ ખેલકુદ અને એક્ષટેન્‍શન ઓફ કમ્‍બાઇન્‍ડ સાયન્‍સ લેબોરેટરીને ભારતના પુર્વ રાષ્‍ટ્રપતિ અને મીસાઇલમેન ડો.એ.પી.જે. અબ્‍દુલ કલામ વિજ્ઞાન પ્રયોગાલય નામકરણ કરવામાં આવેલ છે.

(4:05 pm IST)