Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

કાલે સહિયર ગરબા ગ્રાઉન્‍ડમાં રાસની રમઝટ જામશે

કમાભાઇ ખાસ હાજરી આપશે : રાહુલ મેહતા અને રાજલ બારોટ સહિતના કલાકારોને સંગે ખેલૈયાઓ ઝુમી ઉઠશેઃ પ્રકાશ રાવરાણી, સંદીપ લખતરીયા અને રણજીતસિંહ રાઠોડ અને તેમની ટીમ દ્વારા આયોજન : રાસોત્‍સવમાં ઝુપડપટ્ટીના બાળકોને પણ ગરબે રમાડાશે, ગીફટ અપાશેઃ એકત્રિત થયેલી રકમ લમ્‍પીથી પીડાતી ગાયોની સારવાર માટે દાન કરાશે

રાજકોટઃ એસ.પી.કલબ અને રાજકોટ અપડેટ દ્વારા સતત ૭માં વર્ષે વન-ડે નવરાત્રીનુ તા.૨૫ ને રવિવારે શહેરના રેસકોર્સનમાં આવેલા સહિયર ગરબા ગ્રાઉન્‍ડમાં સાંજે ૭ કલાકે રંગારંગ રાસોત્‍સવનો પ્રારંભ થશે. આધુનિક સાઉન્‍ડ સિસ્‍ટમ, સુરીલા ગાયક કલાકારો રાજલ બારોટ, રાહુલ મેહતા અને તેજસ શાશાંગીયાને સંગે ખેલૈયાઓ ઝૂમી ઉઠશે. આ એક દિવસીય નવરાત્રી રાસોત્‍સવમાં મિસિસ ઇન્‍ડિયા વેસ્‍ટ નિશા ચાવડા પણ ખાસ ઉપસ્‍થિત રહેશે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતની ઓળખ બનેલા કમાભાઇ પણ રાસોત્‍સવમાં હાજરી આપવાના છે.

આ નવરાત્રીમાં લકી ફાઉન્‍ડેશનના મીનલબા ગોહિલના સહયોગથી ઝુપડપટ્ટીના બાળકોને પણ વન ડે નવરાત્રીમાં રાસગરબે રમાડવામાં આવશે અને તમામ બાળકોને સ્‍યોર ગીફટ પણ અપાશે. આ એક દિવસીય નવરાત્રીમાંથી જે કોઇ રકમ એકત્રિત થશે તે રકમનો  ઉપયોગ લમ્‍પી વાયરસથી પીડાતી ગાયોની સારવાર માટે ગૌશાળાઓમાં દાન કરી દેવાશે. આધુનિક સાઉન્‍ડ સિસ્‍ટમ, પારિવારિક વાતાવરણ, સિકયોરીટી વ્‍યવસ્‍થા અહી કરવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટના અગાઉ પ્રિન્‍સ-પ્રિન્‍સેસ બનેલા ખેલૈયાઓ પણ એન્‍કર તરીકે દર્પણા પંડિત અને જીમ્‍મી અડવાણી ખેલૈયાઓ અને મહેમાનોને શબ્‍દોથી નવાજશે.

એસપી કલબ આયોજીત આ વનડે નવરાત્રી રાસોત્‍સવને સફળ બનાવવા ચીફ ઓર્ગેનાઇઝર પ્રકાશભાઇ રાવરાણી સંદીપભાઇ લખતરીયા અને રણજીતસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ સમગ્ર ટીમ જહેમત ઉઠાવી રહી છે. ઓર્ગેનાઇઝર તરીકે વિક્રમભાઇ વાંક, હેમેન્‍દ્રસિંહ જાડેજા, પંકજ સખીયા, જય બોરીચા, ડો.મનીષ ગોસાઇ, વનરાજસિંહ ગોહિલ હનુભાઇ ડાભી, જયેશ રાવરાણી કેતન લખતરીયા સહિતના જોડાયા છે.

આ રાસોત્‍સવનું દીપપ્રાગટય  દિવ્‍ય ભાસ્‍કરના સેટેલાઇટ સ્‍ટેટ એડિટર અર્જુનભાઇ ડાંગર, પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણી, મંત્રી અરવિંદભાઇ રૈયાણી, મેયર પ્રદીપ ડવ, સાંસદ રામભાઇ મોકરિયા અને મોહનભાઇ કુંડારિયા દિવ્‍ય ભાસ્‍કર રાજકોટના તંત્રી હિરેનભાઇ ભટ્ટ, જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુ સહિતના મહાનુભાવો ઉપસ્‍થિત રહેશે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા) 

(4:03 pm IST)