Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

ઇન્દીરાનગરનો વિજય પરમાર લાપતા

રાજકોટ,તા. ૨૪ : રામાપીર ચોકડી પાસે આવેલા ઇન્દીરાનગર શેરી નં. ૯માં રહેતો પંકજ હરીભાઇ પરમાર (ઉવ.૩૫) ચાર દિવસ પહેલા પોતાના ઘરેથી નિકળ્યા બાદ પરત ન આવતા તેના પરિવારજનોએ તેની શોધખોળ આદરી હતી. પરંતુ તેનો કોઇ પત્તો ન લાગતા તેની પત્નીએ યુનિવર્સિટી પોલીસ મથકમાં જાણ કરી છે. તેણે કોફી કલરનું લીટીવાળો શર્ટ અને કાળા કલરનું પેન્ટ પહેરેલ છે. આ અંગે પોલીસે ગુમની નોંધ કરી પી.એસ.આઇ બી.જી.ડાંગરે તપાસ હાથ ધરી છે. જો કોઇને આ યુવાન જોવા મળે તો યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ફોન નં. ૦૨૮૧-૨૫૭૫૧૨૪ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(3:38 pm IST)