Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

નવાગામમાંથી ૧.૫૬ લાખનો દારૂ ભરેલી કાર સાથે ડીસાનો હૈદરશા પકડાયો

બી-ડિવીઝન પીઆઇ એમ. સી. વાળા, પીએસઆઇ એચ. એમ. જાડેજા અને ટીમની કામગીરીઃ રિમાન્ડ મેળવવાની તજવીજ

રાજકોટ તા. ૨૪: નવાગામ છપ્પનીયા કવાર્ટર પાસે રાધે પાનવાળી શેરીમાં રોડ પરથી બી-ડિવીઝન પોલીસે રૂા. ૧,૫૬,૦૦૦નો દારૂ ભરેલી કાર સાથે ડીસા પંથકના શખ્સને પકડી લઇ ુલ રૂા. ૨,૫૬,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે કોન્સ. કિશન સભાડ અને મહેશ ખાંભલીયાની બાતમી પરથી જીજે૧૦એસી-૦૭૦૧ નંબરની કાર આંતરી લેવાઇ હતી. જેમાંથી મેકડોવેલ્સ અને ઓલ સિઝન બ્રાન્ડની વ્હીસ્કીની રૂા. ૧,૫૬,૦૦૦ની ૩૧૨ બોટલ મળતાં ચાલક હૈદરશા કરીમશા ફકીર (ઉ.૪૦-રહે. વેળાવાપુરા તા. ડીસા બનાસકાંઠા)ને પકડી લીધો હતો.

એસીપી એચ. એલ. રાઠોડની રાહબરીમાં પીઆઇ એમ. સી. વાળા, પીએસઆઇ એચ. એમ. જાડેજા, એએસઆઇ સલિમભાઇ માડમ, હેડકોન્સ. કેતનભાઇ કે. નિકોલા, મોહસીનખાન એમ. મલેક, એમ. સી. મકવાણા, એલ. બી. હાડગડા, કોન્સ. હેમેન્દ્રભાઇ વાધીયા, નિલેષભાઇ વાવેચા, વિશ્વજીતસિંહ ઝાલા સહિતે આ કામગીરી કરી હતી. આ શખ્સ દારૂ કયાંથી લાવ્યો? કોને આપવાનો હતો? તે જાણવા રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી છે.

(3:33 pm IST)