Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

ખુન - એટ્રોસીટીના ગુનામાં આરોપીની જામીન અરજી મંજુર

રાજકોટ તા. ૨૪ : મર્ડર જેવા ગંભીર ગુન્હાના આક્ષેપીત આરોપીને જામીનમુકત કરવાનો અદાલતે હુકમ કર્યો હતો.

આ અંગેની વિગત એવી છે કે, તા. ૬-૩-૨૨ના બનેલ બનાવ મુજબ વિષ્ણુ ઉર્ફે દિનુ ચીમનભાઇ ખાંટ રહે. રાજકોટ વાળાએ 'રાઘારામ' નામના વ્યકિતનું ખુન કરી સળગાવી દીધેલ હોવાના અનુમાનથી એ-ડીવી. પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.રજી. નં. ૦૭૪૩/૨૨ની ફરીયાદ મુજબ આઇ.પી.સી. ૩૦૨ તથા એટ્રોસીટી એકટની કલમ ૩(ર)(૫) તથા જી.પી.એકટ કલમ ૩૭(૧), ૧૩૫ મુજબના ગુન્હામાં તા. ૧૦-૩-૨૨ના ધરપકડ થતા છેલ્લે છ માસથી રાજકોટ મધ્યસ્થ જેલમાં હોવાથી લીગલ સહાય મારફત મળેલ. એડવોકેટ શ્રી જયેન્દ્ર એચ. ગોંડલીયા મારફત સૌ પ્રથમ વખતની જામીન મુકત થવા કરેલ અરજીના કામે વિષ્ણુ ઉર્ફે દિનુ ચીમનભાઇ ખાંટને શરતોને આધીન જામીન મુકત કરવા એડી. સેસન્સ જજ બી.ડી.પટેલે હુકમ ફરમાવેલ છે.

સદરહું કામે આરોપી વિષ્ણુ ઉર્ફે દિનુ ચીમનભાઇ ખાંટ વતી ગોંડલીયા એસોસીએટ્સના જયેન્દ્ર એચ. ગોંડલીયા તથા હિરેન ડી. લિંબડ, મોનિષ જોશી, કુલદિપસિંહ વાઘેલા, કરણ ડી. કારીયા (ગઢવી), કાજલબેન ખસમાણી, ખુશીબેન ચોટલીયા, નીરાલીબેન કોરાટ, શીરાકમુદ્દીન એમ. શેરશીયા, વિરલ વડગામા, ક્રિષ્નાબેન પીઠડીયા, પીયુષ કોરીંગા, મૌલીક ગોધાણી, સમીર શેરશીયા, ધારા બગથરીયા, પ્રિયંકાબેન સાગધ્રા, પારસ શેઠ, કેતન રાખશીયા, દિક્ષીત કોટડીયા તથા મયુર ગોંડલીયા રોકાયેલ હતા.

(3:32 pm IST)