Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

આરોપીઓને સાંભળ્યા વગર કોર્ટ હુકમ કરે તો આરોપીઓના બંધારણીય હક્ક - અધિકારોનું હનન થાય છે : સુપ્રિમ કોર્ટનો ચુકાદો

જામનગરના ગુજસીટોક કેસમાં ચાર્જશીટ વિલંબના મુદ્દે આરોપીઓની રજૂઆત સાંભળવાની જરૂર હતી : સરકાર પક્ષની ઝાટકણી કાઢી આરોપીઓના જામીન મંજુર કર્યા

રાજકોટ તા. ૨૪ : જામનગરના ગુજસીટોકના ગુન્હામાં જાડેજા બંધુઓ સહિત પાંચ આરોપીનો સુપ્રિમ કોર્ટમાંથી જામીન ઉપર છુટકારો થયેલ છે. જેમાં કોટેૃ સરકારપક્ષની આકરી ટીકા કરી છે.

આરોપીઓને સાંભળ્યા વગર અદાલત દ્વારા હુકમ કરવામાં આવે તો તેમના બંધારણીય હક્ક, અધિકારોનું હનન થાય છે તેવું સુપ્રિમ કોર્ટે માન્યું છે.

જામનગરમાં વર્ષર૦ર૦ માં સરકાર દ્વારા એસ.પી. તરીકે દીપેન ભદ્રનની નિમણુંક કરવામાં આવેલ અને તેના દ્વારા જામનગરના જમીન માફીયા કહેવાતા જયેશ પટેલ, એડવોકેટ માનસતા, યશપાલસિંહ, જશપાલસિંહ સહીતના લોકો સામે ગુજસીટોકના કાયદા હેઠળ અંગ્રેજીમાં એફ.આઈ.આર. નોંધવામાં આવેલ જેમાં તમામ આરોપીઓના ગુન્હાઓ દર્શાવવામાં આવેલ અને જેમાં યશપાલસિંહ જાડેજા, જશપાલસિંહ જાડેજા સહીતના લોકોની ધરપકડ કરવામાં આવેલ અને તેમને રીમાન્ડ આપવામાં આવેલ ત્યારબાદ સુરક્ષાના કારણોસર તેમને અલગ અલગ જેલમાં મોકલવામાં આવેલ હતા.

સદરહું કામમાં ૯૦દિવસમાં ચાર્જશીટ અદાલતમાં રજુ થયેલ નહી જેથી આ કામના મુખ્ય ત્હોમતદાર યશપાલસિંહ જાડેજા તથા જશપાલસિંહ જાડેજા દ્વારા કાયદાની જોગવાઈઓ મુજબ ડિફોલ્ટ બેલ પોતાના એડવોકેટ ભગીરથસિંહ ડોડીયા મારફત દાખલ કરેલી જે અરજી અદાલત દ્વારા રદ કરવામાં આવેલી હતી ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટમાં ડીફોલ્ટ બેલ દાખલ કરવામાં આવેલ જે અરજી પણ ગુજરાત હાઈકોર્ટમાં રદ કરવામાં આવેલી હતી. ત્યારબાદ સદરહું હુકમથી નારાજ થઈને જાડેજા બંધુ દ્વારા સુપ્રિમ કોર્ટમાં ડીફોલ્ટ બેલ દાખલ કરવામાં આવેલ અને જામીન ઉપર મુકત કરવા અરજ કરવામાં આવેલ છે.

સુપ્રિમ કોર્ટ દ્વારા સદરહંુ અરજીમાં ચુકાદો આપવામાં આવેલ છે અને ચુકાદામાં નોંધવામાં આવેલ છે કે જો આરોપીઓને સાંભળ્યા વગર ચાર્જશીટ રજુ કરવામાં વધુ મુદત આપવામાં આવે તો બંધારણ દ્વારા તેમને મળેલા સ્વતંત્રતાના અધિકારોનું હનન થાય છે અને સરકાર દ્વારા રજુઆત કરવામાં આવેલ કે ચાર્જશીટ રજુ કરવાની મુદત વધારવામાં આરોપીઓને સાંભળવા જરૂરી નથી તે દલીલ સ્વીકારેલ નહી  ઉપરાંત સરકાર દ્વારા આરોપીઓને મુદત વધારાની અરજી રજુ થયે સાંભળવામાં હાજર રાખી શકાય તેમ નથી તે વિડીયો કોન્ફરન્સ મારફત પણ આરોપીઓને સાંભળી શકાયા હોત પરંતુ તેવી કોઈ કામગીરી સરકારપક્ષે કરવામાં આવેલ નથી.

ઉપરાંત સુપ્રિમ કોર્ટના અગાઉ ડીફોલ્ટ બેલ સંદર્ભે સંજય દતના કિસ્સામાં આપવામાં આવેલ લેન્ડમાર્ક ચુકાદાના સિઘ્ધાંતોનું પણ પાલન કરવામાં આવેલ નથી. અદાલતની પ્રાથમીક ફરજ હતી કે પોલીસ તંત્ર દ્વારા ચાર્જશીટ રજુ કરવા માટે મુદત માંગવામાં આવેલી તે અરજી સંદર્ભે આરોપીઓને પોતાનો પક્ષ રજુ રાખવા તક મળવી જોઈએ ઉપરાંત અદાલત દ્વારા જે દીવસે અરજી આપવામાં આવેલ તે જ દીવસે તેમાં હુકમ કરી ચાર્જશીટ રજુ કરવાની મુદત વધારી આપવામાં આવેલી હતી.

સુપ્રિમ કોર્ટ દ્વારા સદરહું તમામ બાબતોનું નિરીક્ષણ કરીને આરોપીઓ તરફે કરવામાં આવેલ દલીલો, કોર્ટ કેસનું રેકર્ડ, કાયદાકીય જોગવાઈઓ, બંધારણીય અધિકારો અને કોર્ટ દ્વારા પ્રસ્થાપીત કરવામાં આવેલ સિઘ્ધાંતોને ઘ્યાનમાં રાખીને યશપાલસિંહ જાડેજા તથા જશપાલસિંહ જાડેજાને રૂા.ર,૦૦,૦૦૦ના શરતી જામીન ઉપર મુકત કરવા હુકમ કરવામાં આવેલ છે.

આ કામમાં ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ આશીષભાઈ ડગલી, સુપ્રિમ કોર્ટના પ્રઘ્યુમનસિંહ ગોહીલ તથા રાજકોટના ધારાશાસ્ત્રી ભગીરથસિંહ ડોડીયા, ખોડુભા સાકરીયા, જયવિર બારૈયા, મીલન જોષી, દીપ વ્યાસ, રવિરાજસિંહ જાડેજા, જયપાલસિંહ સોલંકી, સાગરસિંહ પરમાર સહીતની એડવોકેટની ટીમ રોકાયેલ હતી.

(3:29 pm IST)