Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

મહિલાના ન્યુડ ફોટા વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મના કેસમાં સોની વેપારીના આગોતરા જામીન રદ્દ

રાજકોટ તા. ૨૪ : અત્રે સોનીબજારની નામાંકિત પેઢી ગણેશ ગોલ્ડના ભાગીદારો સોની અગ્રણી અમિત ભીંડી તથા અલ્પેશ ભીંડી બંને ભાઈઓએ તેની જ પેઢીનું માર્કેટીંગનું કામ કરતી મહિલાને હીસાબ સમજાવવા ફલેટે બોલાવી તેણી ઉપર બળજબરીથી બળત્કાર કરી નગ્ન ફોટા પાડી લઈ તે વાઈરલ કરી દેવાની ધમકી આપી બ્લેકમેઈલ કરી બળત્કાર કરનાર બંને ભાઈઓ પૈકી અમિત મહેન્દ્દભાઈ ભીંડીએ પોતાની ધરપકડ ટાળવા કરેલ આગોતરા જામીન અરજી રાજકોટના એડી. સેશન્સ જજે નામંજુર કરતો હુકમ ફરમાવેલ છે.

આ કેસની હકીકત જોઈએ તો દુષ્કર્મનો ભોગ બનનાર મહીલા ફરીયાદી આરોપીઓની ગણેશ ગોલ્ડ નામની પેઢીમાં સોનાના દાગીનાનું માર્કેટીંગનું કામ કરતી હતી દરમીયાન તેણીને ધંધાના હીસાબ માટે અલ્પેશ ભીંડીએ રહેણાંકના મકાને બોલાવી શરીર સબંધની માંગણી કરી ભોગ બનનારની ઈચ્છા વીરૂધ્ધ બળજબરૌથી બળત્કાર ગુજારી ન્યુડ ફોટા પાડી લઈ બાદ બે વખત ભોગ બનનારને ફલેટે બોલાવી ન્યુડ ફોટા વાઈરલ કરી દેવાની તથા ભોગ બનનારના માસીના મકાનનો કબ્જો લઈ લેવાની ધમકી આપી બળજબરીથી શરીર સબંધ બાંધ્યા બાદ તેજ રીતે સહઆરોપી અમિત ભીંડીએ પણ તેના ભાઈ અલ્પેશના મોબાઈલમાં રહેલ ભોગ બનનારના નગ્ન ફોટા વાઈરલ કરી દેવાની અને સાટાખતવાળા મકાનનો કબ્જો લઈ લેવાની અને સમાજમાં બદનામ કરી દેવાની ધમકી આપી ભોગ બનનારને બે વખત ફલેટે બોલાવી ભોગ બનનારની મરજી વીરૂધ્ધ બળજબરીથી બળત્કાર ગુજારેલ સબંધે ભોગ બનનારે ગાંધીગ્રામ-૨ (યુની.) પોલીસ સ્ટેશનમાં આરોપીઓ (૧) અલ્પેશ મહેન્દૂભાઈ ભીંડી (૨) અમિત મહેન્દ્રભાઈ ભીંડી રહે. સાધુવાસવાણી રોડ, રાજ પેલેસ ચોક, સંકલ્પ એપાર્ટમેન્ટમાં રહેતા અને ૩૦૨, જે.પી. ટાવર - સી, સવજીભાઈની શેરી, સોનીબજાર રાજકોટમા ધંધો કરતા આરોપીઓ વીરૂધ્ધ તા.૫/૦૯/૨૦૨૨ ના રોજ ગુન્હો દાખલ કરાવેલ.

ઉપરોકત બંને આરોપીઓ પૈકી અમિત મહેન્દ્રભાઈ ભીંડીએ પોતાની સંભવીત ધરપકડ ટાળવા માટે રાજકોટની સેશન્સ અદાલતમાં આગોતરા જામીન અરજી દાખલ કરેલ હતી.

આરોપીની વર્તણુક ધ્યાને લેતા તેમજ ગુનો સમાજ વિરોધી હોય ત્યારે અરજદારને આગોતરા જામીનપર મુકત કરવા અદાલતે વિવેક બુધ્ધી સતાનો ઉપયોગ અરજદારની તરફેણમાં કરવો ન્યાયોચીત ન હોવાનુ માની આરોપી અમીત મહેન્દ્રભાઇ ભીંડીની આગોતરા જામીન અરજી ના મંજુર કરતો હુકમ ફરમાવેલ છે.

ઉપરોકત કામના ભોગ બનનાર ફરીયાદી વતી રાજકોટના જાણીતા એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, ચેતન ચોવટીયા, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન વીરડીયા, કિશન માંડલીયા, ભાવીક ફેફર, મીહીર દાવડા, તથા સરકાર તરફે અતુલભાઈ જોષી રોકાયેલ હતા.

(3:25 pm IST)