Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

કલબ યુવી દ્વારા કાલે વેલકમ નવરાત્રીઃ પાટીદારો રાસોત્‍સવનો આનંદ માણશે

મેટોડા ખાતેથી ઉમિયા માતાજીની મૂર્તિને વાજતે- ગાજતે સ્‍થાપના કરાશેઃ માતાજીના દરરોજ જુદા- જુદા શણગાર

રાજકોટ, તા.૨૪: શહેરમાં સેકન્‍ડ ૧પ૦ ફુટ રીંગ રોડ પર રાધીકા ફાર્મ ખાતે સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટથી આગળ વિશાળ મેદાનમાં કલબ યુવી દ્વારા સતત ૧૪ માં વર્ષે  તા. ર૬/૯થી ૪/૧૦ દરમ્‍યાન યોજાનારા સંસ્‍કારી સુરક્ષીત અને ભકિતસભર નવરાત્રી મહોત્‍સવનો પ્રારંભ તા. રપ ને રવિવારના રોજ વેલકમ નવરાત્રી દ્વારા કરવામાં આવશે. વેલકમ નવરાત્રીમાં પાટીદારોની રપ સંસ્‍થાઓના ટ્રસ્‍ટીઓ, હોદેદારો, સભ્‍યોના પરિવારો દ્વારા સંપૂર્ણ પારીવારીક માહોલમાં રાસોત્‍સવનો આનંદ માણશે.

અર્વાચીન રાસોત્‍સવ ક્ષેત્રે એક નવી જ પરંપરા પ્રારંભ કરનાર કલબ યુવીમાં છે૯લા એક દસકાથી નવરાત્રીમાં ગ્રાઉન્‍ડ ની અવનવી સજાવટ કરતા કલબ યુવીના કોર કમીટીના પુષ્‍કરભાઈ પટેલ, બિપીનભાઈ બેરા, સંદિપભાઈ માકડીયા, વિજયભાઈ ડઢાણીયા, અને રજનીભાઈ વિરોજા  તથા ગેલેકસી ઈવેન્‍ટના કિરણભાઈ વાછાણી દ્વારા સમગ્ર નવરાત્રી ગ્રાઉન્‍ડની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહયો છે. ૧૦ હજારથી વધુ ખૈલૈયાઓ રમી શકે તેવું ડબલ કારપેટ ગા્રઉન્‍ડ, ગ્રાઉન્‍ડના મઘ્‍યમાં વિશાળ મિકસર તેમજ ચારે બાજુ ૧ર મોટી સ્‍ક્રીન દ્વારા સમગ્ર નવરાત્રી મહોત્‍સવનું લાઈવ પ્રસારણ કરવામાં આવે તેવી  કલબ યુવીના સુરેશભાઈ બેરા વાસુભાઈ બેરા દ્વારા વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. કલબ યુવીના ચેરમેન મૌલેશભાઈ સહીતના ડાયરેકટરોએ નવરાત્રીના સ્‍થળે મુલાકાત લઈ વિવિધ જવાબદારીઓ માટે વિવિધ સમીતીઓને માર્ગદર્શન આપ્‍યુ હતુ.

કલબ યુવીના આંગણે અર્વાચીન રાસોત્‍સવની સાથોસાથ મા ઉમિયાની પૂજન અર્ચન આરતી માટે ગ્રાઉન્‍ડમાં મા ઉમિયાનું ભવ્‍યાતિભવ્‍ય મંદિર બનાવવામાં આવ્‍યુ છે. સમગ્ર વર્ષ દરમ્‍યાન મેટોડા ખાતે એન્‍જલ પંપ દ્રારા મા ઉમિયાની ભવ્‍ય દિવ્‍ય મૂર્તીની પૂજા થાય છે જયાથી વાજતે ગાજતે પ૧ કાર અને ૧પ૧ બાઈક સાથે કલબ યુવીની ટીમ તથા પાટીદાર સમાજના શ્રેષ્‍ઠીઓ મા ઉમિયાની મૂર્તીને નવરાત્રી મહોત્‍સવમાં સ્‍થાપન કરશે. નવરાત્રી દરમ્‍યાન માતાજીના દરરોજ જુદા જુદા શણગાર થશે. તેમ મંદિર સમિતિના વિનુભાઈ મણવરે જણાવ્‍યુ છે.તા. રપ મીના રોજ વેલકમ નવરાત્રીમાં આયોજક કલબ યુવીના સથવારે રાજકોટની કડવા પાટીદાર સંસ્‍થાઓમાં પટેલ સેવા સમાજ, પટેલ પ્રગતિ મંડળ, શ્રી ફિલ્‍ડમાર્શલ કન્‍યા છાત્રાલય, શ્રી ઉમિયા ક્રેડીટ કો ઓપ. સોસાયટી, શ્રી ઉમિયા પરિવાર સંગઠન સમિતિ,  ઉમીયા મહીલા સંગઠન સમીતી, ઉમિયા પરિવાર યુવા સંગઠન સમિતિ, શ્રી ઉમિયા યુવા ચેરીટેબલ ટ્રસ્‍ટ, શ્રી ઉમિયા સેવા પ્રગતિ મંડળ, શ્રી પટેલ સર્વિસ કલાસ સોશ્‍યલ ફોરમ, શ્રી ઉમિયા કડવા પટેલ સેવા સમાજ-શાપર, શ્રી ઉમિયા પદયાત્રીક પરિવાર ચેરી. ટ્રસ્‍ટ, શ્રી ઉમિયા સ્‍પોર્ટસ કલબ, શ્રી ઉમિયા મેરેજ બ્‍યુરો સહિતની સંસ્‍થાઓ જોડાશે.

કલબ યુવી નવરાત્રી મહોત્‍સવની પૂર્વ સંઘ્‍યાએ વેલકમ નવરાત્રી દ્વારા વિશાળ ગ્રાઉન્‍ડમાં વિવિધ સંસ્‍થાના ટ્રસ્‍ટીઓ હોદેદારો થી માંડીને સામાન્‍ય કાર્યકર સમાજના નાનામાં નાના માણસ એક મંચ પર એક પ્‍લેટફોર્મ પર પરીવાર સાથે નવરાત્રી મહોત્‍સવનો આનંદ માણી શકે તેવું આયોજન કલબ યુવીના ચેરમેન મૌલેશભાઈ ઉકાણી, વાઈસ ચેરમેન સ્‍મિતભાઈ કનેરીયા, કન્‍વીનર કાંતીભાઈ ઘેટીયા, ડાયરેકટરો એમ.એમ.પટેલ, શૈલેષ માકડીયા,  જવાહરભાઈ મોરી, જીવનભાઈ વડાલીયા, મનસુખભાઈ ટીલવા, ના માર્ગદર્શન હેઠળ  ૧૦૮ની ટીમ દ્વારા કરવામાં આવ્‍યુ છે.(૩૦.૯)

કલબ યુવી ૧૦૮ ની ટીમ...

નવરાત્રી મહોત્‍સવ-ર૦રરને સફળ બનાવવા માટે કલબ યુવી ૧૦૮ની ટીમ સુરેશ ઓગણજા, સંદીપ માકડીયા, બીપીન બેરા, પ્રફુલ કાથરોટીયા, અજય દલસાણીયા, આશીષ વાછાણી, રેનીશ માકડીયા, જીજ્ઞેશ આદ્રોજા, વિજય ડઢાણીયા, વિનુ મણવર, નરેન્‍દ્ર ધેટીયા, દિનેશ ચાપાણી, રોહીત ફળદુ, યોગેશ કાલરીયા, દિનેશ વિરમગામા, રાજુ ધુલેશીયા, રજની ગોલ, ચંદ્રેશ શીરા, અતુલ ભુત, જય કડીવાર, પિયુષ રોકડ, અરવિંદ જીવાણી, મનીષ વાછાણી, મિલાપ ઘેટીયા, રજની વિરોજા, હરી કલોલા, મનીષ ચનીયારા, શૈલેષ ફળદુ, વી.વી. માકડીયા, ક૯પેશ ઉકાણી, વસંત કનેરીયા પૂજન ઘોડાસરા, સાગર ઓગણજા, કિશન સીણોજીયા, ભરત ભલાણી, કેતન વડાલીયા, સાહીલ માકડીયા, કલ્‍પેશ અધેરા, પરેશ ઉકાણી, ચેતન ભુત, પિયુષ સીતાપરા, મીતુલ કોઠડીયા, ચંદુ ગોવાણી, ખુશાલ ઝાલાવડીયા, કેવલ ખીરસરીયા, કિરણ વાછાણી, પ્રહલાદ વાછાણી, ગીરીશ વાછાણી, યોગેશ ભુવા, કિર્તી સાવલીયા, અશોક કણસાગરા, પાર્થ ઉકાણી, વિજેશ રોકડ, કિરણ ચનીયારા, મનીષ સાપરીયા, સુરેશ બેરા, પ્રફુલ ખાનપરા, ભાર્ગવ મેતલીયા, પંકજ વેગડા, રાજુ ગાંભવા, રામ માટલીયા, પ્રીતુલ ઉકાણી, હિતેન્‍દ્ર ધેટીયા, ભરત દેત્રોજા, વાસુ બેરા, રાજુ ત્રાંબડીયા, રાજુ મારડીયા, હસુ નાર, દિપક કાલરીયા, વિમલ લાલાણી, રાકેશ દેસાઈ, ભુપત જીવાણી, મનસુખ પોકાર, સંદીપ કાલરીયા, રાજેશ જીવાણી, ધવલ ખાનપરા, પાર્થ મકાતી, રજની ધમસાણીયા, નીમીત હિંગરાજીયા, પાર્થ મોટેરીયા, રાજેશ હાંસલીયા, હિમાંશુ ઉંજીયા, નીરવ ડેડકીયા, કમલેશ ડઢાણીયા, નવિન કોરડીયા, સુભાષ નવાપરીયા, દર્શન મોરી, વિશ્રુત માકાસણા, કનક મેંદપરા, પારસ મકવાણા, મહેન્‍દ્ર હદવાણી, કલ્‍પેશ વાછાણી, અશ્‍વિન બરોચીયા, પીનલ ટીલવા, હાર્દિક ગોરીયા, મીત ભેંસદડીયા, આનંદ અમૃતીયા, જય ઓગાણજા, રાજેશ હિંગરાજીયા, હાર્દિક ઉંજીયા, ભાર્ગવ નંદાસણા, રીકેન વાછાણી, વિકાસ વાછાણી, મયુર સારણીયા, પિનેશ સાપરીયા, ભવ્‍ય અધેરા, વૈભવ ભુવા, ભુમીત વાધાણી સહીતના કાર્યકરો જહેમત ઉઠાવી રહયા છે.

(3:20 pm IST)