Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

સહિયર કલબ રાસોત્‍સવમાં થનગનાટ માટે ખેલૈયાઓ તૈયાર થઈ જાવ

હાલો પહેલા સહિયર કલબના ડાંડીયા રમવા જઈએ

રાજકોટઃ નવલા નોરતા રાસોત્‍સવની રમઝટ બોલાવવા ખેલૈયાઓ થનગની રહ્યા છે. છેલ્લાં બે વર્ષથી અર્વાચીન રાસોત્‍સવ બંધ હોવાના કારણે આ વખતે ખેલૈયાઓમાં ગરબે ઘૂમવાનો ઉત્‍સવ બમણો થયો છે. ર્માં આદ્યશક્‍તિના પૂજનનો તહેવાર નવલી નવરાત્રિ જેમ-જેમ નજીક આવતી જાય છે, તેમ-તેમ રંગીલા રાજકોટના લોકો રાસ-ગરબાની રમઝટ બોલાવવા થનગની રહ્યા છે ત્‍યારે રાજકોટમાં છેલ્લા ૨૧ વર્ષોથી અર્વાચીન દાંડીયારાસનું આયોજન કરતું સહિયર કલબ રેષકોર્ષ ગ્રાઉન્‍ડ ખાતે આ વર્ષે પણ ખૈલેયાઓને થનગનાટ કરાવવા સજ્જ છે અને તેને હાલ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સહિયર ક્‍લબ રાસોત્‍સવ તમને ડોલાવવા સજ્જ છે તમે પણ એકશન મોડમાં આવી જાવ!

નવરાત્રિ એટલે દેશનો સૌથી મોટો લોકઉત્‍સવ! આ ઉત્‍સવમાં માઇ ભકિતની સાથે શરીર-મનને સ્‍વસ્‍થ કરતા રાસની પણ રંગત જામે છે. ગુજરાતનું પરંપરાગત લોકનૃત્‍ય ગરબા નવરાત્રિની જ દેન છે. સૌરાષ્ટ્ર-ગુજરાતમાં નવ નોરતા, દશેરા અને શરદ પૂનમ સુધી રાસ-ગરબા લેવાતા હોય છે. છેલ્લાં બે વર્ષમાં કોરોના મહામારીને કારણે લોકો ઘર પૂરાઇને રહ્યા છે. કોરોનાની બીકે કેટલાંકનું માનસિક સ્‍વાસ્‍થ્‍ય વેરવિખેર કરી નાખ્‍યું હતું ત્‍યારે આ નવરાત્રિ તન-મનની પ્રફૂલ્લીતતા વધારવા, સ્‍ટ્રેસ ફ્રી થવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવશે તે નક્કી છે. ત્‍યારે સહિયર ક્‍લબ રાસોત્‍સવ-૨૦૨૨ બેસ્‍ટ મ્‍યુઝિક, બેસ્‍ટ સિંગર અને બેસ્‍ટ મ્‍યુઝિસિયન સાથે ખેલૈયાઓને ઝૂમાવવા સજ્જ છે. રાસ-ગરબામાં રંગત જમાવવા સૌ પ્રથમવાર જાણીતા કલાકાર સાગરદાન ગઢવી સાથોસાથ રાહુલ મેહતા, સાજીદ ખ્‍યાર અને ઉર્વી પુરોહિત પોતાના સુરીલા કંઠના કામણ પાથરશે તો રસપૂર્ણ સંચાલન તેજસ સિસાંગીયા કરશે.સહિયર ક્‍લબ રાસોત્‍સવમાં શ્રેષ્‍ઠ ગાયકી અને બેસ્‍ટ મ્‍યુઝિસિયનના સહારે ખૈલયાઓ હિલોળે ચડશે. રિધમની દુનિયામાં જેનું દેશ-વિદેશમાં નામ છે તેવા કિંગ રિધમ આર્ટિસ્‍ટ હિતેશ ઢાંકેચા રિધમ સેક્‍શનનું સંચાલન કરશે. સાઉન્‍ડ સિસ્‍ટ્‍મ સુનિલ પટેલ પેરામાઉન્‍ટ દ્વારા કરવામાં આવશે. દેશભરની પ્રથમ હરોળની ચેનલમાં સહિયર કલબની જીવંત પ્રસારણ લાખો લોકો નિહાળશે.

 સહિયર ક્‍લબ દ્વારા આંખે ઠરે તેવું સમગ્ર ગ્રાઉન્‍ડમાં નેટ ફ્‌લોરીંગવાળુ મેદાન તૈયાર કરવામાં આવ્‍યું છે. સાથોસાથ સહપરિવાર સાથે રાસ-ગરબામાં આનંદ માણી શકાય તેવી ખાસ વ્‍યવસ્‍થા પણ રાખવામાં આવી છે. સમગ્ર ગ્રાઉન્‍ડમાં બે લાખ વોટની સાઉન્‍ડ સિસ્‍ટમ સાથે ખેલૈયાઓ મન મૂકીને રાસ-ગરબાની રમઝટ બોલાવશે. સરાઉઝીંગ લાઇનએર ઇફેક્‍ટ દ્વારા સમગ્ર ગ્રાઉન્‍ડમાં ખેલૈયા ગરબાની મજા માણી શકશે અને એલઇડી લાઇટીંગ વ્‍યવસ્‍થા દ્વારા સમગ્ર ગ્રાઉન્‍ડ ઝળહળી ઉઠશે.

સહિયર કલબ આયોજિત રાસોત્‍સવમાં દર વર્ષે સિકયુરીટી લાજવાબ હોય છે. બાઉન્‍સરો દ્વારા સિકયુરીટીની ચુસ્‍ત વ્‍યવસ્‍થા જાળવવામાં આવશે અને સમગ્ર ગ્રાઉન્‍ડમાં ડિજિટલ કેમેરા દ્વારા લોકો પર બાજ નજર રાખવામાં આવશે. સહિયર કલબ રાસોત્‍સવના ગ્રાઉન્‍ડમાં અંદાજે ૭,૦૦૦ જેટલા લોકો મોકળાશથી રાસ-ગરબાની રમઝટ બોલાવશે.

સહીયર રાસોત્‍સવને  સફળ બનાવવા   પ્રેસીડેન્‍ટ સુરેન્‍દ્રસિંહ વાળા, પ્રોજેકટ હેડ ક્રિષ્‍નપાલસિંહ વાળા, વાઈસ પ્રેસીડેન્‍ટ ચંદુભા પરમાર, સેક્રેટરી કૃષ્‍ણસિંહ જાડેજા, કોડીનેટર યશપાલસિંહ જાડેજા, કવીનર જયદીપભાઈ રેણુકા, વિજયસિંહ ઝાલા, વાઈસ સેક્રેટરી  પ્રકાશભાઈ કણસાગરા,  કલચરકોડીનેટર સમ્રાટ ઉદેશી, સહકવીનર ધેર્ય પારેખ, તેમજ  ઓર્ગેનાઈઝર ટીમ દીલીપભાઈ લુણાગરીયા,   રાજેન્‍દ્ર ચુડાસમા,  તીર્થરાજસિંહ ગોહિલ,  વિકી ઝાલા, બંકીમ મહેતા,  પંકજ ભાઈ ગણાત્રા,  રવીરાજસિંહ જાડેજા, રૂપેશભાઈ  દતાણી,  ધર્મેશભાઈ રામાણી,  નરેન્‍દ્રસિંહ જાડેજા,  રાજવીરસિંહ ઝાલા,  જતીન આડેસરા,  જગદીશભાઈ દેશાઈ, શૈલેષ ભાઈ ઠકકર,  કરૂણભાઈ આડતીયા,  ગુંજન પટેલ,  અભીષેકભાઈ અઢીયા,  અહેમદ સાંદ્ય, કૃષ્‍ણભાઈ મણીયાર, યુવરાજસિંહ ચુડાસમા,  પ્રતીકભાઈ  જટાણીયા, હિરેનભાઈ નથવાણી, હિરેન ચંદારાણા,  મીત વેડીયા, નિલેષ ચીત્રોડા,  મનસુખભાઈ ડોડીયા, પરેશભાઈ બોદ્યરા, સુનીલ પટેલ,  ભરત વ્‍યાસ અને શૈલેષભાઈ પંડયા જહેમત ઉઠાવી રહ્યા છે.

સહિયર ક્‍લબના સીઝન પાસ મેળવવા અને બુકીંગ માટે સિલ્‍વર ચેમ્‍બર, અતુલ મોટોર્સ સામે, ટાગોર રોડ, ત્રીજોમાળ ૩૧૨, રાજકોટ-મો. ૮૯૮૦૦ ૨૧૩૨૧ પર સંપર્ક કરવો.(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(3:20 pm IST)