Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

યુવા ભાજપ દ્વારા કાલે રન ફોર ડેવલોપમેન્‍ટ મેરેથોન

પં. દીનદયાળજીને પુષ્‍પવંદના : શક્‍તિકેન્‍દ્રો પર ટીફીન બેઠક : ભાજપ આગેવાનો દ્વારા નવરાત્રીની સૌને શુભેચ્‍છા

રાજકોટ : શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ કિશન ટીલવા, મહામંત્રી કુલદીપસિહ જાડેજા, હેમાંગ પીપળીયાની સંયુકત  યાદીમાં જણાવાયું છે કે દેશના વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીજીના જન્‍મદિવસની તા. ર ઓકટોબર- ગાંધી જયંતિ દરમ્‍યાન પ્રદેશ ભાજપની યોજનાનુસાર વિવિધ સેવાકીય કાર્યો વડે ‘સેવા પખવાડીયા' તરીકે ઉજવવામાં આવનાર છે. તે અંતગર્ત પ્રદેશ ભાજપ યુવા મોરચાના અઘ્‍યક્ષ ડો. પ્રશાંત કોરાટની અઘ્‍યક્ષતામાં રાજયભરમાં તમામ જિલ્લામાં વિધાનસભા સીટીદીઠ અને મહાનગરમાં મહાનગર સહ ભાજપ યુવા મોરચા દ્વારા ‘રન ફોર મેરેથોન'નું આયોજન કરવામાં આવેલ છે.

 શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ યુવા મોરચા દ્વારા આવતીકાલે તા.રપ ના સવારે ૬:૩૦ વાગ્‍યે બાલભવનના ગેઈટ ખાતેથી મેરેથોનનો ભાજપ અગ્રણીઓ દ્વારા પ્રારંભ કરાવવામાં આવશે. જે કિશાનપરા ચોક, જિલ્લા પંચાયત ચોક, બહુમાળી ભવન, પોલીસ હેડ કવાર્ટરનો ગેઈટ, એરપોર્ટ સામેનો ગેઈટ થઈને મેયર બંગલા, રેસકોર્ષ રીંગ રોડ ખાતે સમાપન થશે. પ હજારથી વધુ યુવક-યુવતીઓ જોડાશે. આ મેરેથોનમાં જોડાવવા શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ કિશન ટીલવા, મહામંત્રી કુલદીપસિહ જાડેજા, હેમાંગ પીપળીયાએ શહેરીજનોને જાહેર અનુરોધ કરેલ છે.

પં. દીનદયાલજીને કાલે પુષ્‍પવંદના

 શહેર ભાજપ દ્વારા આવતીકાલે તા.રપ જનસંઘના સ્‍થાપક પંડિત દીનદયાલ ઉપાઘ્‍યાયજીના જન્‍મદિવસ નિમિતે સવારે ૯ કલાકે આજી ડેમ ખાતે પં. દીનદયાળ ઉપાઘ્‍યાયજીની પ્રતિમાને પુષ્‍પાંજલી અર્પણ કરાશે. સવારે ૧૦ કલાકે શહેરના વોર્ડના  તમામ બુથોમાં પં. દીનદયાલ ઉપાઘ્‍યાયજીના ફોટાને પૂષ્‍પાંજલી કરવામાં આવશે.

કાલે શક્‍તિ કેન્‍દ્રો પર બેઠક

કાલે તા.રપ ના રવિવારે સવારે ૧૧ કલાકે શહેરના તમામ વોર્ડના બુથમાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીનો ‘મન કી બાત વિથ શકિતકેન્‍દ્ર ટીફીન બેઠક'નો કાર્યક્રમ યોજાશે. જેમાં શહેરના તમામ બુથ પર શહેર ભાજપની તમામ શ્રેણીના કાર્યકર્તાઓ બહોળી સંખ્‍યામાં જોડાવવા અનુરોધ કરાયો છે.

નવરાત્રીનીપર્વની શુભેચ્‍છા

શહેરીજનોને સોમવારથી શરૂ થતામાં આદ્યશકિતના પાવન એવા નવરાત્રી પર્વની શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્‍દ્રસિંહ ઠાકુરએ શુભેચ્‍છા પાઠવી જણાવેલ છે કે નવરાત્રિ દેવી દુર્ગાના ઉત્‍સવનું પ્રતિક છે, જે દેવીને શકિત ના સ્‍વરૂપે વ્‍યકત કરે છે. નવરાત્રિના દિવસો એટલે શકિતની ઉપાસના કરવાના દિવસો. આદ્યશક્‍તિના આ પર્વેને સૌ ભક્‍તિમય બની માણે તેવી શુભેચ્‍છા.

(3:19 pm IST)