Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

વૃક્ષપ્રેમી હંસરાજભાઇ કાકડીયા : લોધીકા પંથક બાદ રાજકોટમાં પણ હરીયાળી લણી

રાજકોટ તા. ૨૪ : છોડમાં રણછોડના દર્શન કરતા લોધીકાના ડાંગરવાડાના હંસરાજભાઇ કાકડીયાએ પોતાનો વૃક્ષપ્રેમ વિસ્‍તારી રાજકોટમાં પણ અનેક સ્‍થળોએ હરીયાળી લહેરાવી છે. લોધીકાના જેતાકુબા, કોઠાપીપળીયા, ચાંદલી, ચાપાબેડા સહીતના ગામોમાં જઇ સ્‍વખર્ચે વૃક્ષારોપણ અભિયાન ચલાવનાર હંસરાજભાઇએ રાજકોટમાં અમરનાથ મહાદેવ મંદિર, બીગ બજાર ચોગાન, તંતીપાર્ક, એસ્‍ટ્રોન ચોક બગીચો, સરદારબાગ નાનામૌવા ચોકડી, બ્રહ્મકુંજ બગીચો સહીતના સ્‍થળોએ પણ અનેક વૃક્ષો ઉછેર્યા છે. ૮૭ વર્ષની વયે પણ આ શોખની પૂર્તિ માટે મોટરસાઇકલ ઉપર નીકળી પડે છે. સૌ કોઇને વૃક્ષારોપણની અપીલ કરતા રહે છે. એટલુ જ નહીં વ્‍યસનમુક્‍તિનો સંદેશો પણ તેઓ પ્રસરાવી રહ્યા છે.

 

(11:58 am IST)