Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

આર્ટ ઓફ લિવિંગ એક હજાર કરોડ વૃક્ષો ઉછેરશે

રાજકોટ,તા.૨૩ : આધ્‍યાત્‍મિક ગરૂ તથા આર્ટ ઓફ લિવિંગ સંસ્‍થાના પ્રણેતા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી ગુજરાત યાત્રા કરી રહ્યા છે. પર્યાવરણ સુરક્ષા ના હેતુથી આર્ટ ઓફ લિવિંગ સંસ્‍થા દ્વારા મિશન ગ્રીન અર્થ-ગુજરાત પ્રોજેક્‍ટ નો પ્રારંભ થઇ રહ્યો છે. આ પ્રોજેક્‍ટ અંતર્ગત અત્‍યાર સુધીમાં, વિશ્વમાં ૫.૫ કરોડ જેટલાં વળક્ષોને ઉછેરવામાં આવ્‍યાં છે. ‘‘યુનાઇટેડ નેશન્‍સ એન્‍વાયરોન્‍મેન્‍ટ પ્રોગ્રામ'' સાથે સંકળાઈ ને, ૨૦૦૮ થી સંસ્‍થા આ દિશામાં કાર્ય કરી રહી છે.આજે તા. ૨૩ સપ્‍ટેમ્‍બરના આર્ટ ઓફ લિવિંગ ગુજરાત આશ્રમ-વાસદ ખાતે,  મુખ્‍ય મંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ તથા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી ની ઉપસ્‍થિતિમાં, મિશન ગ્રીન અર્થ-ગુજરાત  પ્રોજેક્‍ટ - ઉદ્ધાટન સમારોહનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમ ની શરૂઆત વળક્ષારોપણ થી કરવામાં આવી હતી. આ  પ્રોજેક્‍ટ દ્વારા, આર્ટ ઓફ લિવિંગ સંસ્‍થા ગુજરાતમાં એક હજાર કરોડ વળક્ષોને રોપીને તેનો ઉછેર કરશે.

 એક પર્યાવરણીય અભ્‍યાસ અનુસાર, કાર્બન એમિશન ની અસરને જો ન્‍યુટ્રલ કરવી હોય તો પ્રત્‍યેક નાગરિકએ પોતાના જીવનકાળ દરમ્‍યાન ૩૪૦ વળક્ષોને રોપીને તેનો ઉછેર કરવો જોઈએ. આ જ સમીકરણ પ્રમાણે, પ્રત્‍યેક વ્‍યક્‍તિએ પ્રતિ માસ, ૬ વળક્ષો વાવવાં જોઈએ. દેશનાં કુલ કાર્બન એમિશનના ૭.૪૧% કાર્બન એમિશન ગુજરાત રાજ્‍યમાં ગત વર્ષે થયું હતું. આગામી વર્ષોમાં, જો યોગ્‍ય માત્રામાં વળક્ષારોપણ ન કરવામાં આવે તો ગંભીર પરિસ્‍થિતિનું નિર્માણ થઇ શકે તેમ છે. આ પરિસ્‍થિતિને નિવારવા, ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી ની પ્રેરણાથી આર્ટ ઓફ લિવિંગ દ્વારા મિયાવાકી અને પારંપરિક પદ્ધતિઓથી રાજ્‍યભરમાં કરોડોની સંખ્‍યામાં વળક્ષારોપણ કરવામાં આવશે.

 પાટણ જિલ્લામાં આર્ટ ઓફ લિવિંગ દ્વારા સંચાલિત મિયાવાકી વનીકરણ પ્રોજેક્‍ટ સફળ થઇ રહ્યો છે. મિશન ગ્રીન અર્થ-ગુજરાત પ્રોજેક્‍ટ અંતર્ગત વળક્ષારોપણ, ઉછેર, પર્યાવરણ પ્રતિ જાગળતિ અને જવાબદારી, ગાર્ડનિંગ અને પ્‍લાન્‍ટેશનની તાલીમ, નર્સરી ઉછેર અને વૈજ્ઞાનિક સમજ તથા ટેક્રોલોજી નો ઉપયોગ આ સઘળાં પાસાં આવરી લેવામાં આવ્‍યાં છે. ‘‘આપણું ગુજરાત, હરિયાળું ગુજરાત''એ આ પ્રોજેક્‍ટ નું મુખ્‍ય ધ્‍યેય છે. આ પ્રોજેક્‍ટમાં ઉદ્યોગો અને શૈક્ષણિક સંસ્‍થાઓ પણ પોતાનું યોગદાન આપશે. મિશન ગ્રીન અર્થ-ગુજરાત પ્રોજેક્‍ટનું ઉદ્દઘાટન કરતાં માનનીય મુખ્‍યમંત્રીશ્રી અને ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી એ આર્ટ ઓફ લિવિંગ-ગુજરાત આશ્રમના પરિસરમાં વળક્ષારોપણ કર્યું હતું.   આ કાર્યક્રમમાં આણંદ જિલ્લાના કલેક્‍ટર એમ. વાય. દક્ષિણી, એસપી શ્રી પ્રવીણકુમાર મીના, MLA   પંકજભાઈ દેસાઈ, એમપી શ્રી મિતેશ ભાઈ પટેલ, ડીડીઓ  મિલિન્‍દ બાપના, બીજેપી -આણંદ પ્રમુખ વિપુલભાઈ પટેલ તથા એમએલએ   સંખેડા - અભયસિંહ તડવી ઉપસ્‍થિત રહ્યા હતા.

 વાસદ થી ગુરુદેવ શ્રી શ્રી એ કેવડિયા કોલોની તરફ પ્રયાણ કર્યું હતું. કેવડિયા કોલોની ખાતે, પર્યાવરણ,વન અને જળ-વાયુ પરિવર્તન મંત્રાલય - કેન્‍દ્રીય મંત્રીશ્રી ભુપેન્‍દ્રભાઈ યાદવની ઉપસ્‍થિતિમાં, નેશનલ કોન્‍ફરન્‍સ નું આયોજન કરવામાં આવ્‍યું છે, આ પરિષદને પ્રધાન મંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ વિડીયો કોન્‍ફરન્‍સ દ્વારા સંબોધિત કરી હતી તથા ગુરુદેવ શ્રી શ્રી નાં આશીર્વચન સાથે પરિષદનો પ્રારંભ કરવામાં આવ્‍યો હતો

(11:48 am IST)