Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

વીજતંત્ર દ્વારા ટેકનીકલ-નોન ટેકનીકલ જગ્‍યાઓ તાકીદે ભરાશેઃ ૧૯ જુનીયર ઇજનેરોને બઢતી

૮૦ જુનીયર ઇજનેરોને હવે નિમણુંક અપાશેઃ ધડાધડ ઓર્ડરો : રાજકોટથી બીજી કંપનીમાં જવા માટેના ૩૧૦ ઓર્ડરો પણ કઢાયા

રાજકોટ, તા., ર૪: પીજીવીસીએલ  દ્વારા ઓફીસોની વહીવટી સરળતા માટે ખાલી રહેતી ટેકનીકલ અને નોન ટેકનીકલ જગ્‍યાઓ તાત્‍કાલીક ધોરણે ભરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તે અંતર્ગત  વિવિધ પ્રમોશનો (બઢતી) રીકવેસ્‍ટ ટ્રાન્‍સફર (વિનંતીથી બદલી) ના ઓર્ડરો બહાર પાડેલ છે. તેમજ ખાલી રહેતી જગ્‍યા માટે નવી ભરતી કરવા માટેના પ્રોવીઝનલ લીસ્‍ટ બહાર પાડવામાં આવેલ છે. જેની પ્રક્રિયા પુર્ણ થયે  ટુંક સમયમાં જ જુનીયર ઇજનેર (વિદ્યુત સહાયક)ની ૮૦ જગ્‍યા, જુનીયર આસીસ્‍ટન્‍ટ (વિદ્યુત સહાયક) ની ૧૧૨ જગ્‍યાઓ તેમજ ઇલેકટ્રીકલ આસીસ્‍ટન્‍ટ (વિદ્યુત સહાયક)ની ૧પ૭ જગ્‍યા માટે નવી ભરતીના ઓર્ડર બહાર પાડવામાં આવનાર છે.
હાલમાં જ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ  લી. દ્વારા દરેક ડિસ્‍કોમમાં OTMRT (One Time Mutual Request Transfer) પ્રક્રિયા અંતર્ગત વિનંતીથી જે તે કંપનીઓમાંથી પોતાના વતન નજીકની ડિસ્‍કોમ તેમજ જીયીવીએનએલમાં જવા ઇચ્‍છુક કર્મચારીઓની યાદી બહાર પાડી વતનમાં બદલીનો લાભ અપવામાં આવ્‍યો છે.  OTMRT પ્રકિયા અંતર્ગત પીજીવીસીએલમાંથી બીજી કંપનીઓમાં જવા ઇચ્‍છુક કુલ ૩૧૦ કર્મચારીઓના ઓર્ડરો કાઢવામાં આવ્‍યા છે. જયારે કંપનીઓમાંથી પીજીવીસીએલમાં આવવા ઇચ્‍છુક કુલ પ૮ કર્મચારીઓના ઓર્ડરો કાઢવામાં આવ્‍યા છે.
દરમિયાન પીજીવીસીએલ દ્વારા ગઇકાલે  જુનીયર ઇજનેરથી ડે. ઇજનેરના પ્રમોશનના ૧૯, વિદ્યુત સહાયકના ૧૭, તો ૪ ડે.ઇજનેરની બદલીના ઓર્ડરો કરાયા છે.
આ ઉપરાંત જુનીયર આસીસ્‍ટન્‍ટ, ઇલેકટ્રીક આસીસ્‍ટન્‍ટ ના ર૩૦ ઓર્ડરો પ્રક્રિયા હેઠળ હોવાનું અને ૮૦ જુનીયર ઇજનેર, ૧૧ર વિદ્યુત સહાયક તથા ૧પ૭ ઇલેકટ્રીક આસીસ્‍ટન્‍ટનું પ્રોવીઝન લીસ્‍ટ તૈયાર કરી નિમણુંકની પ્રક્રિયા હાથ ધરાઇ છે.

 

(11:39 am IST)