Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

શાપર-વેરાવળમાં રાજકોટનો મનીષ સોરઠીયા ક્રિકેટનો સટ્ટો રમાડતા પકડાયો

જેતપુરમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્‍સો પોલીસની ઝપટે ચડી ગયા

રાજકોટ,તા. ૧૯ : શાપર -વેરાવળ પોલીસે ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતા રાજકોટના શખ્‍સને ઝડપી લીધો હતો.

મળતી વિગતો મુજબ શાપર ગામે ટીલાળા ગેઇડ પાસે  મનીષ ઉર્ફે બાલો પરસોતમભાઇ સોરઠીયા રે. સાવન એપાર્ટમેન્‍ટ બ્‍લોક નં. ૨૦૪ રામધણ મવડી વિસ્‍તાર રાજકોટ પાકિસ્‍તાન ઇંગ્‍લેન્‍ડની ક્રિકેડ ટીમો વચ્‍ચે ચાલતા ૨૦-૨૦ની લાઇવ મેચો ઉપર જુગાર રમાડતો હોવાની બાતમી મળતા પી.એસ.આઇ એસ.જે.રાણાના માર્ગદર્શન હેઠળ પો.કો. વિરમભાઇ ભીંભા સહિતના સ્‍ટાફે દરોડો પાડી મનીષને રોકડા રૂા. ૯૦૦ તથા મોબાઇલ મળી ૫૯૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. પકડાયેલ મનીષે ગોંડલના ભાવેશ પાસેથી લીંક અને પાસવર્ડ મેળવી જુગાર રમાડતો હોવાની કબુલાત આપતા ભાવેશ સામે પણ ગુન્‍હો દાખલ કરી તેની શોધખોળ હાથ ધરાઇ છે.

તેમજ જેતપુર પોલીસે જાગૃતિનગર ગરબી ચોક પાસે રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા પ્રવિણ આપાભાઇ લગધીર તથા ગીરીશ ભરતભાઇ રાઠોડને રોકડા રૂા. ૨૪૬૦ અને ગંજીપતા સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(5:18 pm IST)