Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

ચલાલામાં બિમારીથી કંટાળી જઇ દિવાળીબેન રાઠોડની આત્‍મહત્‍યા

જાત જલાવી લેતાં રાજકોટ હોસ્‍પિટલમાં ખસેડાયાઃ પણ જીવ બચી ન શકતાં પરિવારજનોમાં શોક

રાજકોટ તા. ૨૪: ધારીના ચલાલા ખાતે રહેતાં દિવાળીબેન જીવણભાઇ રાઠોડ (ઉ.૫૨) નામના મહિલાએ ગઇકાલે સવારે ઘરના બાથરૂમમાં જઇ શરીરે કેરોસીન રેડી કાંડી ચાંપી લેતાં ગંભીર રીતે દાઝી જતાં સ્‍થાનિક હોસ્‍પિટલમાં સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોડી રાતે દમ તોડી દીધો હતો.
બનાવ અંગે હોસ્‍પિટલ ચોકીના જીજ્ઞેશભાઇ મારૂ અને તોૈફિકભાઇ જૂણાચે ધારી પોલીસને જાણ કરી હતી. આપઘાત કરનાર દિવાળીબેનને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. તેમના પતિ એડવોકેટ છે. પરિવારજને જણાવ્‍યું હતું કે દિવાળીબેનને માનસિક બિમારી હોઇ દવા ચાલુ હતી. તેમાં કેટલાક દિવસથી પાચનની તકલીફ થઇ જતાં કંટાળીને આ પગલુ ભર્યુ હતું.

 

(10:26 am IST)