Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

‘નમો કિસાન પંચાયત'ના ઇ-બાઇક એલઇડી સાથે ગામડા ખુંદી વળશે : વિજય કોરાટ

રાજકોટ તા. ૨૩ : રાષ્‍ટ્રીય ભાજપ અધ્‍યક્ષ જે. પી. નડ્ડાજી દ્વારા નમો કિસાન પંચાયતના ઇ-બાઇકને લીલીઝંડી આપી ગાંધીનગર ખાતે લોન્‍ચીંગ કરવામાં આવેલ. આ એલઇડી સાથેના ઇ-બાઇક ગામડે ગામડે ફરી ખેડુતોને સરકારની વિવિધ કિસાનલક્ષી યોજનાઓથી અવગત કરાવશે. તેમ જિલ્લા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ વિજયભાઇ કોરાટે જણાવ્‍યુ છે.
તેઓએ જણાવ્‍યુ છે કે કેન્‍દ્ર અને રાજય સરકારો દ્વારા કિસાનોના કલ્‍યાણ માટે લેવાયેલ વિવિધ નિર્ણયો અને અમલી યોજનાઓ અને નીતિઓ અંગે વિચાર વિમર્શ થાય અને મહત્તમ સંખ્‍યામાં કિસાનો આ યોજનાઓથી અવગત અને લાભાન્‍વિત થાય તે હેતુ સાથે ગામડે ગામડે નમો કિસાન પંચાયત કરવામાં આવશે. સુચારુ આયોજન માટે તમામ તાલુકામાં કિસાન પ્રહરી અને સંયોજક શક્‍તિકેન્‍દ્ર સહ નિમણુંક કરવા અપીલ કરાઇ છે.
કિસાનોને સરકારના વિકાસ કાર્યોની માહીતી આપી તેમને મળવા પાત્ર લાભોની જાણકારી આપી તેમની આવક બમણી થાય તેવા પ્રયાસોમાં સહુએ સહભાગી થવા અંતમાં વિજયભાઇ કોરાટે અનુરોધ કરેલ છે.

 

(10:25 am IST)