Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

પીએચડી પ્રવેશ પરીક્ષાની યોગ્યતા આજીવન રાખોઃ એનએસયુઆઇ

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગત વર્ષે મળેલી સિન્ડિકેટની બેઠકમાં પીએચ.ડી. પ્રવેશ  પરીક્ષા પાસ કરતા વિદ્યાર્થીઓની પાસિંગ એલીજીબિલિટી ત્રણ વર્ષની નક્કી કર્યા હવે વિદ્યાર્થીઓ પાસેથી પૈસા  ખંખેરવાનો કીમિયો અજમાવ્યો ? યુનિ. મેનેજમેન્ટે વિદ્યાર્થીઓને તમામ બાબતે સરળતા રહે અને  અગવડતાનો સામનો ના કરવો પડે તે તેની પ્રાથમિક જવાબદારી હોય છે.પરંતુ યુનિ.ના મેનેજમેન્ટના અભાવે આ નિર્ણયથી વિદ્યાર્થીઓને દર વર્ષે પરીક્ષા આપવી પડે તે નવાઈની બાબત છે.  જે વિદ્યાર્થીઓને ગાઈડ નહી મળે તે વિદ્યાર્થીને દર વર્ષે પરીક્ષા પાસ કરવી પડશે અને તે માટે દર વર્ષે રૂા.૫૦૦ની ફી ભરવી પડશે !

  જેથી વિદ્યાર્થીઓના હિતમાં પીએચ.ડી. પ્રવેશ પરીક્ષા પાસ કરનારાની પાસિંગ એલીજીબિલીટી એક, ત્રણ કે પાંચ વર્ષ નહી અગાઉની જેમ જ આજીવન વેલિડીટી સર્ટિફિકેટ આપવાનો નિર્ણય કરવામાં આવે તેવી એનએસયુઆઇની માંગણી છે અને જો વિદ્યાર્થીઓની માંગણી સ્વિકારવામા નહી આવે તો એનએસયુઆઇ ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરશે.  કાર્યક્રમમાં એનએસયુઆઇના જીલ્લા પ્રમુખ રોહિતસિંહ રાજપુત, અભિરાજ તલાટીયા, મીત પટેલ, પાર્થ બગડા, જીત સોની, જીત ડવ, સાવન પટેલ, મીલીંદ જીંજુવાડીયા, ઉત્તમ ડાંગર, અર્જૂન બોરીચા સહિત કાર્યકરો જોડાયા હતા. (તસ્વીરઃ  અશોક બગથરીયા)

(3:56 pm IST)