Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

કુબલીયાપરામાં રાહુલ, નાનજી અને કમલેશ જૂગાર રમતા પકડાયા

થોરાળા પોલીસનો દરોડોઃ ૪ હજારની રોકડ કબ્જે

રાજકોટ તા. ર૪ :.. કુબલીયાપરા મચ્છી ચોકમાં થોરાળા પોલીસે દરોડો પાડી તીનપતીનો જૂગાર રમતા ત્રણ શખ્સોને પકડી લીધા હતાં.

મળતી વિગત મુજબ કુબલીયાપરા મચ્છી ચોકમાં કેટલાક શખ્સો જૂગાર રમતા હોવાની બાતમીના આધારે થોરાળા પોલીસ મથકના હેડ કોન્સ. એ. જી. પરમાર તથા કોન્સ. નરસંગભાઇ ગઢવી સહિતે દરોડો પાડી કુબલીયાપરા મચ્છી ચોકમાં તીનપતીનો જૂગાર રમતા રામનાથપરા ભવાનીનગર ના રાહુલ ભાણજીભાઇ શીયાળ નવયુગપરા શેરી નં. ર ના નાનજીભાઇ પ્રેમજીભાઇ ચૌહાણ, ભવાનીનગર-૩ ના કમલેશ બચુભાઇ ગોહેલને પકડી લઇ રૂા. ૪૧૦૦ ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી.

(3:55 pm IST)