Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

આયુષ્યમાન કાર્ડના લાભાર્થીને સહાય

 ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે 'માં કાર્ડ' અને 'આયુષ્યમાન કાર્ડ' મારફતે આરોગ્ય ક્ષેત્રે મોટી રાહત આપવાનું કાર્ય કેન્દ્રની મોદી સરકાર અને રાજયની ભાજપ સરકાર કરી રહી છે. કેટલાક કિસ્સામાં વધારાની સહાય પણ જરૂરીયાતના આધારે પ્રધાનમંત્રી રાહત ફંડમાંથી મંજુર કરાતી હોય છે. ત્યારે અહીંના પ્રહલાદ પ્લોટમાં રહેતા કેતનભાઇ પારેખને ઓપરેશન માટે રૂ.૧૩ લાખ જેટલો ખર્ચ થયો હતો. સામે કોઇ સગવડ નહોતી. તેમની આવકને ધ્યાને લઇ ૫૦% રકમની સહાય મંજુર કરવામાં આવી અને બાકીની રકમ મુખ્યમંત્રી રાહતફંડમાંથી રૂ.૪,૩૩,૦૦૦ મંજુર કરવામાં આવી હતી. આ રકમનો ચેક ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલના હસ્તે દર્દીને અર્પણ કરાયો હતો. તે સમયની તસ્વીરમાં સાથે પુનિતાબેન પારેખ અને મામલતદાર દક્ષિણ શ્રી દંગી નજરે પડે છે.

(3:55 pm IST)