Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

પદવીદાન સમારોહ

ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટયુટ ઓફ લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ રાજકોટ શાખા દ્વારા પદવીદાન સમારોહનું આયોજન કરાયુ હતુ. મુખ્ય અતિથિ સ્થાને મેયર ડો. પ્રદીપ ડવ ઉપસ્થિત રહેલ. શાખાના રીજીયોનલ ડાયરેકટર ડો. ચંદન કરકરે દ્વારા પુષ્પ ગુચ્છ અને મોમેન્ટો આપી મેયરનું સ્વાગત કાયુ હતુ. સેનેટરી ઇન્સ્પેકટર ડીપ્લોમા કોસર્ષ તેમજ એલ. એસ. જી. ડી. ના વિદ્યાર્થીઓ કે જેઓએ ભારતભરમાં ટોપટેનમાં સ્થાન મેળવી સંસ્થાને ગૌરવ અપાવ્યુ છે તેઓને આ તકે શિલ્ડ અને સર્ટીફીકેટ એનાયત કરાયા હતા. સાથે તલવારબાજી, દુહા છંદ, તબલા વાદન, ગરબા, રાસ જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ થયેલ. કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના સ્ટાફગણ અને વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી.

(3:54 pm IST)