Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

ત્રંબાથી બે બહેનપણી કપડા લેવા નીકળ્યા બાદ લાપત્તા

કોઇને જોવા મળે તો તુરંત જાણ કરો

રાજકોટ તા. ૨૪: ત્રંબા રહેતી બે બહેનપણી પુષ્પી મોહનભાઇ મકવાણા (ઉ.વ.૧૭) અને સુહાની વિપુલભાઇ મકવાણા (ઉ.વ.૧૬) ગઇકાલે સાંજે ચારેક વાગ્યે ઘરેથી ડ્રેસ સિવડાવવા આપ્યા હોઇ તે લેવા જવાનું કહીને નીકળ્યા બાદ ભેદી રીતે લાપતા થતાં પરિવારજનોએ આકુળ વ્યાકુળ થઇ શોધખોળ શરૂ કરી છે. પરંતુ પત્તો ન મળતાં આ અંગે બંનેના વાલીએ પોલીસને અરજી કરી જાણ કરી છે. પ્રથમ  તસ્વીરમાં દેખાતી પુષ્પી બે બહેન અને એક ભાઇમાં બીજી છે. જ્યારે બીજી તસ્વીરમાં દેખાતી સુહાની એક ભાઇથી નાની છે. બંનેના પિતા મજૂરી કરે છે. તસ્વીરમાં દેખાતી દિકરીઓ કોઇને જોવા મળે તો તેમના વાલીને મોહનભાઇ મકવાણા મો. ૭૭૫૮૮ ૧૮૧૯૫ તથા વિપુલભાઇ સોલંકી  મો. ૯૯૯૮૨ ૬૬૬૫૬ ઉપર અથવા નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા જણાવાયું છે. 

(3:37 pm IST)