Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

આર.કે.ગૃપની સીલ થયેલ લોકર્સ ખોલતુ આયકર : ર કરોડની જવેલરી મળી !

ઇન્વેસ્ટીગેશન વીંગ ઓફ ઇન્કમટેક્ષ દ્વારા હાથ ધરાયેલ મેગા સર્ચ ઓપરેશનમાં

રાજકોટ, તા, ૨૪: રાજકોટ સૌરાષ્ટ્રના ટોચના બિલ્ડર જુથ આર.કે.ગૃપ બિલ્ડર્સ ઉપર તાજેતરમાં આવકવેરા વિભાગે દરોડા પાડયા હતા.દરોડામાં ૩૦૦ કરોડથી વધુ રકમના બિનહિસાબી વ્યવહારો મળ્યા હતા. આવક વેરા વિભાગે આર.કે.ગૃપ સાથે સંકળાયેલ પેઢીના બેંક લોકર્સ સીલ કર્યા હતા. જે તબક્કાવાર ખોલવામાં આવી રહયા છે.

જાણવા મળતી વિગતો મુજબ ઇન્વેસ્ટીગેશન વીંગ ઓફ ઇન્કમટેક્ષ દ્વારા  આર.કે.ગૃપ, સ્પાયર ગૃપ, કોન્ટ્રાકટર સહીતના ૪૦ થી વધુ સ્થળોએ ૨૦૦ અધિકારીઓએ દરોડા પાડયા હતા. દરોડા દરમિયાન રપ થી વધુ બેંક લોકર્સ સીઝ કરવામાં આવ્યા હતા. જે ખોલવામાં આવ્યા છે.  બેંક લોકર્સમાંથી બે કરોડથી વધુ રકમની જવેલરી  મળી હોવાનું જાણવા મળે છે. અગાઉ આવકવેરા વિભાગે બે કરોડથી વધુ રોકડ રકમ તેમજ થોકબંધ સાહિત્ય કબ્જે કર્યુ હતું. 

(3:33 pm IST)