Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

ર૦ લાખના ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા અને ર૦ લાખનું વળતર ચુકવવા કોર્ટનો હુકમ

રાજકોટ તા. ર૪ : અત્રે ભાનુબેન કિશોરભાઇ કારીયાને પ્રદિપભાઇ કરશનભાઇ રાજાણીએ તેમની બેન્ક આદર્શ કો-ઓપ. બેન્ક, સુરત શાખાન ચેક રૂ.ર૦,૦૦,૦૦૦ અંકે રૂપિયા વીસ લાખ પુરાનો ચેક આપેલ હતો. જે ચેક ભાનુબેન કિશોરભાઇ કારીયાએ તેમની બેન્કમાં વટાવવા નાખતા પરત ફરતાં આરોપી પ્રદિપભાઇ કરશનભાઇ રાજાણી વિરૂધ્ધ રાજકોટની સ્પે.નેગો.ઇન્સ્ટ્રુ.એકટની કોર્ટમાં કેસ દાખલ કરેલ હતો જેમાં નામ.સ્પે. નેગો.ઈન્સ્ટ્રુ. એકટની કોર્ટે આરોપી પ્રદિપભાઇ રાજાણીને રૂ.ર૦,૦૦,૦૦૦ વળતર પેટે ચુકવવા તથા તથા એક વર્ષની સાદી કેદની સજા અને વળતર નહિ ચુકવે તો વધુ એક વર્ષની કેદની સજા ફરમાવતો હુકમ ફરમાવેલ હતો.

બનાવની હકીકત એવી છે કે, આ કામના આરોપી પ્રદિપભાઇ કરશનભાઇ રાજાણી ફરીયાદીના ભાઇ ભરતભાઇ કેશરીયાના સાઢુભાઇના જમાઇ થતા હોય તે રીતે આરોપી તથા ફરીયાદી વચ્ચે કૌટુંબીક સંબંધ હોય તેથી એકબીજાના પરિચયમાં હોય, આરોપી પ્રદિપભાઇને તેમના ધંધામાં નાણાકીય જરૂરીયાત ઉભી થતા આરોપી પ્રદિપભાઇએ પ્રદિપભાઇ પાસે રૂ.ર૦,૦૦,૦૦૦ ની માંગણી કરતા ફરીયાદી ભાનુબેને તેમની મરણમુડી સમાન બચતની રકમ રૂ.ર૦,૦૦,૦૦૦ આરોપી પ્રદિપભાઇને હાથ ઉછીની આપેલ અને જેની ચુકવણી પેટે આરોપી પ્રદિપભાઇએ તેમની બેન્ક આદર્શ કો-ઓપ. બેન્ક, સુરત શાખાનો ચેક ન઼.૪૧૯પ૭પ વાળો રૂ.ર૦,૦૦,૦૦૦ અંકે રૂપિયા વીસ લાખ પુરાનો ચેક આપેલ હતો જે ચેક ભાનુબેન કિશોરભાઇ કારીયાએ તેમની રાજકોટ નાગરીક સહકારી બેન્ક લી. બેડીપરા,રાજકોટ શાખામાં વટાવવા નાખતા સદરહું ચેક 'એકાઉન્ટ બ્લોકડ' ના શેરા સાથે વણવટાવ્યે પરત ફરેલ.

સદરહું ચેક વણવટાવ્યે પરત ફરતા ફરીયાદી ભાનુબેને આરોપી પ્રદિપભાઇ કરશનભાઇ રાજાણીને તેમના એડવોકેટ કૌશિકભાઇ ખરચલીયા મારફત લીગલ નોટીસ આપેલ. નોટીસ આપવા છતાં આરોપી પ્રદિપભાઇએ ફરીયાદી ભાનુબેનને તેમની લેણી રકમ રૂ.ર૦,૦૦,૦૦૦ ન ચુકવતા ફરીયાદી ભાનુબેને આરોપી પ્રદિપભાઇ વિરૂધ્ધ રાજકોટની નામ. સ્પે. નેગો. ઇન્સ્ટ્રુ.એકટની કોર્ટમાં કેસ દાખલ કરેલ હતો, જે કેસ ચાલી જતા જેમાં બન્ને પક્ષકારો તથા તેમના એડવોકેટસની ની દલીલો સાંભળ્યા બાદ રાજકોટના ધારાશાસ્ત્રી કૌશિક એમ.ખરચલીયા દ્વારા ભારતની ઉચ્ચ તથા વડી અદાલતોના જજમેન્ટ રજુ કરતા તથા તેમની ધારદાર દલીલો કરેલ અને બચાવ પક્ષ દ્વારા કોઇ ઠોસ પુરાવો રજુ ન કરી શકતા અદાલતે રાજકોટના ધારાશાસ્ત્રી દલીલો તથા રજુ રાખેલ પુરાવા તથા ઉચ્ચ તથા વડી અદાલતોના પ્રતિપાદિત સિધ્ધાંતોને માન્ય રાખીને કોર્ટે માન્ય રાખી સદરહું ચેક રીટર્નનના ગુન્હામં આરોપી પ્રદિપભાઇ કરશનભાઇ રાજાણીને નેગોશ્યેબલ ઇન્સ્ટ્રુ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ હેઠળ રૂ.ર૦,૦૦,૦૦૦ વળતરપેટે ચુકવવા તથા એક વર્ષની સાદી કેદની સજા અને વળતર નહી ચુકવે તો વધુ એક વર્ષની કેદની સજા ફરમાવતો હુકમ રાજકોટની સ્પે.નેગોશ્યેબલ ઇસ્ટ્રુ્રુમેન્ટ એકટ કોર્ટે ફરમાવેલ હતો.

આ કામમાં ફરીયાદી તરફે રાજકોટના યુવા ધારાશાસ્ત્રી કૌશીક એમ.ખરચલીયા, તેજસ એમ. ખરચલીયા ઇમરાન હિંગોરજા, શનિ પોપટાણી રોકાયેલા હતા.

(3:32 pm IST)