Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

આંગણવાડી વર્કરને શિક્ષકનો દરજજો આપી ર૧ હજારનું લધુતમ વેતન આપોઃ નિવૃતિવય ૬૦ વર્ષની કરી આપો

આંગણવાડી મહિલા કર્મચારીઓની મુખ્યમંત્રીને સંબોધી કલેકટરને રજુઆત

આંગણવાડી મહિલા કર્મચારીઓ આજે કલેકટર કચેરીએ ઉમટી પડી હતી અને આવેદન પાઠવ્યું હતું.

રાજકોટ તા. ર૪: ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠને મુખ્યમંત્રીને સંબોધી કલેકટરને આવેદન પાઠવી વિસ્તૃત રજુઆતો કરી હતી.

આવેદન પત્રમાં જણાવેલ કે, ગુજરાતના ૧ લાખ આંગણવાડી વર્કર-હેલ્પર વેદનાઓ-પ્રશ્નો અંગે આ મુજબ રજુઆત કરીએ છીએ. આ માંગણીઓ લાંબા સમયથી પડતર છે. તેથી આપ તે અંગે રાજયમાં યોગ્ય નિર્ણય કરાવી આપવા વિનંતી છે. જેમાં (૧) આઇ.સી.ડી.એસ.નું સીધું કે આડકતરૂ ખાનગીકરણ બંધ કરો...તેમજ પ્રી સ્કુલનો સમાવેશ આંગણવાડી કેન્દ્રમાં કરાયેલ હોઇને, આંગણવાડી વર્કરને શિક્ષકનો દરજજો આપી તમામને રૂ. ર૧,૦૦૦/- લઘુતમ વેતન આપો (ર) આંગણવાડી વર્કર-હેલ્પરને લઘુતમ વેતનનાં શિડયુલમાં સમાવેશ કરો તથા કાયમી દરજજો આપો. (૩) અન્ય રાજયની જેમ નિવૃતિ વય મર્યાદા ૬૦ કરવાના ગુજરાત સરકારને આદેશ આપો. (૪) હેલ્પરને પણ ન્યાયીક વેતન આપો. (પ) સુપરવાઇઝરમાંથી મુખ્ય સેવીકા અને હેલ્પરમાંથી વર્કરમાં પ્રમોશનનાં કેન્દ્રનાં આવેશનો અમલ કરો (૬) ગુજરાતની ૭ કોર્પોરેશનમાં અને તમામ જીલ્લામાં વર્કરમાંથી સુપરવાઇઝરનાં પ્રમોશનનાં નિર્ણય કરો. (૭) તમામ મીની આંગણવાડીને ફુલ આંગણવાડીમાં રૂપાંતર કરો તથા મીની આંગણવાડી વર્કરને-વર્કર જેટલું વેતન આપો. (૮) વન ટાઇમ જીલ્લા તાલુકા ફેબદલી આપવાનો હુકમ કરો. (૯) પ્રમોશનમાં ૪પ વર્ષની વય મર્યાદા દુર કરો. (૧૦) બ્લાઉઝની સીલાઇ રૂ. ૩૦૦/- આપવામાં આવે. (૧૧) બાળકો માટે અપાતા ફળ-ફળાદી, શાકભાજી, મસાલા, કઠોળ, સહીતનાં સુધારેલ ભાવો ખુબજ ઓછા છે. ૧૦૦% વધારો કરો. (૧ર) વર્કર-હેલ્પરને અપાતો પગાર તા. ૧ થી પ સુધીમાં મળી જાય તથા બીલોની રકમ દરેક મહિને ચુકવાય તેવી વ્યવસ્થા કરો. તેમજ એડવાન્સ રકમ રૂ. ર૦૦૦/- નિયમિત આપો.

આ ઉપરાંત કોરોના દરમ્યાન-કોરોના કામગીરીનાં કારણે અવસાન થયેલ આંગણવાડી વર્કર-હેલ્પરને મૃત્યુ સહાય મળી નથી તથા કોરોના કામગીરીનું કોઇજ ભથ્થુ મળેલ નથી-તેમાં કોરોના સંક્રમીત થયેલ બહેનને સારવારની સહાય ચુકવાઇ નથી તે માટે આદેશ કરવા વિનંતી છે. 

(2:52 pm IST)