Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

રાજકોટ જિલ્લાના ગામોને માળખાકીય સુવિધાઓ આપો

ભુપતભાઇ બોદર દ્વારા મુખ્યમંત્રી અને નવનિયુકત મંત્રીઓની શુભેચ્છા મુલાકાત દરમિયાન વિવિધ પ્રશ્ને રજુઆત

રાજકોટ તા. ૨૪ : રાજયના નવનિયુકત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં નવા મંત્રીમંડળની રચના થઈ છે ત્યારે રાજયના નવનિયુકત કેબીનેટ મંત્રીશ્રીઓ તથા રાજયકક્ષાના મંત્રીઓ સાથે રાજકોટ જીલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદર તથા રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયા તથા રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયાની ઉપસ્થિતિમાં શુભેચ્છા મુલાકાત યોજાઈ હતી.

દેશના મહાનગરો મેગાસીટી અને સ્માર્ટસીટી બની રહયા છે, ત્યારે સાથોસાથ રાજયના વિવિધ જીલ્લાઓ તેમજ ગામોનો પણ વિકાસ થાય અને અવનવી ટેકનોલોજીથી સજજ બને તે માટે રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા નવનિયુકત મંત્રીમંડળને રાજકોટ જીલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદર દ્વારા રજુઆત કરાઇ હતી. જિલ્લાના વિવિધ ગામોને માળખાકીય તથા આંતર માળખાકીય સુવિધા અંતર્ગત તથા વિવિધ વિકાસકાર્યોને વેગ મળે તેવા શુભ આશયથી રજૂઆતો કરવામાં આવેલ હતી.

આ તકે ભૂપતભાઈ બોદરે જણાવેલ કે જે કિસ્સામાં રાજકોટ જીલ્લાના ચેકડેમની માલીકી નકકી થતી ન હોય તેવા કિસ્સામાં ચેકડેમની મરામતની કામગીરી કરવાની જીલ્લા પંચાયતના સ્વભંડોળ તેમજ સરકારની અન્ય ગ્રાન્ટમાંથી ખર્ચ કરવા યુનીટ રેટના ભાવો મંજુર કરવા અંગે સરકારમાં મંજુરી મેળવવા અંગે તેમજ આવા ચેકડેમ તાત્કાલીક રીપેરીંગ કરવામાં વિલંબ ન થાય તેમજ જળસંચયમાં વધારો થાય તથા લાભ મળી રહે તેવા જરૂરી છે.

આ તકે કેબીનેટ મંત્રીશ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીને રજૂઆત કરતા ભૂપતભાઈ બોદરે રાજકોટ જિલ્લા પંચાયતના વિવિધ યોજનાકીય કામો સંબધિત વિભાગોમાં કરેલ દરખાસ્તો મંજુર થવા બાબતની રજૂઆતો કરેલ હતી. જેમાં જમીન મહેસુલના દરેક રૂપિયા પચાસ પૈસાની ઉપકર નાખવામા આવેલ છે, જયારે જમીન મહેસુલનો આકાર સને ૧૯૯૭થી લેવાનુ બંધ કરેલ હોય, જેમા મહેસુલ ખેતીનું લોકલ ફંડ હાલ ચાલુ હોય જેને વધારે જમીન ધારકોનું લોકલ ફંડનું માંગણુ વધુમાં વધુ રૂ. ર૦૦/– જેટલુ થતુ હોય જેની સામે તલાટી કમમંત્રીને આપવામાં આવતા ટીએ તથા ડીએ આ વસુલાત કરતા વધારે થતુ હોય સરકારને આર્થિક નુકશાન થતુ હોય આ બાબતે યોગ્ય કરવા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ઘણા દબાણો થતા હોય આ ગામતળને દબાણકર્તાઓ પાસેથી અઢીથી ત્રણ ગણી જંત્રીની રકમ જે રીતે સીટી વિસ્તારમાં સૂચિત વિસ્તારોમાં ઈમ્પેકટ ફી વસુલી રેગ્યુલરાઈઝ કરી આપે છે તે રીતે રકમ નકકી કરી કાયદેસર કરી આપે તો સરકારને મહેસુલ તેમજ જંત્રીની માતબર આવક થાય. તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી ખરાબાઓમાં ગ્રામજનો દ્વારા દબાણ કરવામાં આવતા હોય, આ પ્રશ્ને ગ્રામપંચાયત તથા મામલતદારની કચેરી દ્વારા વારવાંર કાર્યવાહી કરવી પડતી હોય આ ખરાબાઓ દબાણકર્તાઓને જમીનની મર્યાદા નકકી કરીને અઢીથી ત્રણ ગણી જંત્રીની રકમ વસુલ કરી રેગ્યુલરાઈઝ કરી આપવામાં આવે તો સરકારને પણ આર્થિક આવક થાય તેમજ દબાણનો પ્રશ્ન કાયમી રીતે હલ થાય તે માટે વિસ્તૃત રજુઆત કરવામાં આવેલ હતી.

આ તકે ભૂપતભાઈ બોદર દ્વારા રાજયના માર્ગ અને મકાન વિભાગના મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદીને રજૂઆતમાં જણાવ્યું હતું કે રાજકોટના ગ્રામ વિસ્તારના રોડ – રસ્તાની મરામત–સમારકામ – નવા રસ્તા માટે રૂ. ૩૭રપ લાખના કામો અંગે ગ્રાન્ટ ફાળવવા વિસ્તૃત રજૂઆત કરી હતી.

રાજકોટ જીલ્લાના ૩૪૦ ગામોમાં ૩૪ પશુ દવાખાના ફાળવવા અંગે અને અબોલ પશુઓને સારવારની સેવા મળી રહે તે માટે રાજયના કૃષિ અને પશુપાલન, ગૌસંવર્ધન વિભાગના મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલને વિસ્તૃત રજૂઆત કરેલ હતી.

આ ઉપરાંત તાજેતરમાં રાજકોટ જિલ્લામાં થયેલ ભારે વરસાદને પગલે રાજકોટ જિલ્લાના અસરગ્રસ્ત તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોના ખેતરોમાં પાકને થયેલ નુકસાન અંગેનો કુલ વાવેતર પૈકી અસરગ્રસ્ત વિસ્તાર તેમજ ૩૩ ટકાથી વધુ નુકસાની માટે અસરગ્રસ્ત ખેડૂતોને આર્થિક સહાય ચૂકવવા માટે કૃષિ મંત્રીને રજૂઆત કરવામાં આવેલ હતી.આ તકે રાજયના મંત્રી બ્રીજેશભાઈ મેરજાને રજુઆતમાં ૧પમાં નાણાંપંચ અતંર્ગત રાજકોટ જીલ્લાની પ૯ ડી.એસ.સી.(ડીઝીટલ સીગ્નેચર) બાકી હોય ડી.એસ.સી. (ડીઝીટલ સીગ્નેચર) ન મળવાના કારણે ૧પમાં નાણાપંચના કામો ચાલુ કરવામાં નાણાકીય ચૂકવણા કરવાની કામગીરી થઈ શકતી ન હોય, ડી.એસ.સી. મળ્યેથી જીલ્લા તથા ગામના વિકાસકાર્યોને વેગ મળે તેવા હેતુસર વહેલાસર ગ્રામ પંચાયતને મળવા અંગે રજુઆત કરી હતી

 તેમજ રાજકોટ જીલ્લા પંચાયતનું રૂ. ર૯.૪૦ કરોડના ખર્ચે નવુ જીલ્લા પંચાયત ભવન બનાવવા અંગે ભુપતભાઈ બોદર ધ્વારા રજૂઆત કરાઈ હતી. આ ઉપરાંત રાજકોટ જીલ્લામાં અંદાજીત ૩૬પ૦ જેટલા સક્રિય સ્વ સહાય જૂથો હાલ કાર્યરત છે તે પૈકી રરપ૦ જૂથો વિવિધ પ્રકારની આર્થિક પ્રવૃતિઓ કરી રહયા છે. તે રાજકોટ જીલ્લા ઉપરાતં સૌરાષ્ટ્ર અને અન્ય રાજયના સ્વસહાય જુથોની હસ્ત કલા કારીગરીનું સુંદર પ્રદર્શન અને વેંચાણ થઈ શકે તેવા શુભ આશયથી તેમજ રાજકોટ એ સૌરાષ્ટ્રનું પાર્ટનગરસમુ મહાનગર હોય, કારીગરોને આર્થિક લાભ મળી શકે તેમજ સ્વસહાય જુથો / સખીમંડળો કારીગરી ધ્વારા સીધા વેંચાણ માટે તેમજ ગ્રામીણ મહિલાઓને આર્થિક રીતે પગભર થવાના ઉમદા હેતુ માટે પ્રોત્સાહન પુરૂ પાડવા રાજકોટ ખાતે રાષ્ટ્રીય 'સરસ મેળા'ની મંજુરી માટે વિસ્તારપૂર્વક રજૂઆત કરેલ હતી.રાજયકક્ષાના વાહન વ્યવહાર મંત્રીશ્રી અરવીંદભાઈ રૈયાણીને રજૂઆત કરતા  જણાવેલ હતુ કે રાજકોટ તાલુકાના જુદા– જુદા ગામોના નવા એસ.ટી. બસના રૂટ ચાલુ કરવા માટે તેમજ કુવાડવા ખાતે નવું બસ સ્ટેન્ડ મંજુર કરવા અંગે વિગતવાર રજૂઆત કરી હતી.

  • શુભેચ્છા સહ કરાયેલ સુચનો

 ચેકડેમોનું તાત્કાલીક સમારકામ હાથ ધરો

 ગ્રામિણ વિસ્તારના દબાણોનો પ્રશ્ન હલ કરો

 રોડ રસ્તાનું સમારકામ અને નવા રસ્તા માટે ગ્રાન્ટ ફાળવો

 ૩૪૦ ગામોમાં ૩૪ નવા પશુદવાખાના ફાળવો

 સ્વ સહાય જુથો માટે હસ્તકલા પ્રદર્શન-વેંચાણ મેળો યોજો

 કુવાડવામાં નવુ બસ સ્ટેન્ડ મંજુર કરો

(11:24 am IST)