Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

મારી સગાઇ જ્યાં થવાની હતી તેમાં અબલી આડો પડતો હોવાથી થીનર છાંટ્યું'તુઃ નઇમ

રાજકોટના રિક્ષાચાલકને દઝાડનારા આરોપી મોરબીના શખ્સની કબુલાત : ફેસબૂકમાં ગાળ લખ્યાનું રટણ કર્યા બાદ સાચા મુદ્દા પર આવ્યો આરોપીઃ બે બાળ આરોપી બાળ અદાલતમાં રજૂ : મહમદ ઉર્ફ અબલીને હોસ્પિટલમાંથી રજા અપાયે તેની પણ થશે પુછતાછ

રાજકોટ તા. ૨૪: શહેરના કોઠારીયા સોલવન્ટ રસુલપરા મસ્જીદની બાજુમાં રહેતાં રિક્ષાચાલક મહમદ ઉર્ફ અબલી ગુલમહમદ પલેજા (સંધી) (ઉ.વ.૧૯) અને તેની સાથેના મિત્ર અફઝલ યુસુફભાઇ પઠાણ (ઉ.વ.૨૨) પર ગઇકાલે આજીડેમ ચોકડીથી આગળ માંડાડુંગરથી ગોળાઇમાં તેની રિક્ષામાં ભાડેથી બેઠેલા ત્રણ શખ્સોએ એસિડ છાંટી દઝાડી દીધાના બનાવમાં ઝડપાયેલા મુખ્ય આરોપી મોરબી ખડિયા વિસ્તારમાં રહેતાં નઇમ નુરમહમદભાઇ ચાનીયા (ઉ.વ.૧૯)એ અંતે સાચી વિગત પોલીસને જણાવી છે. તેણે કબુલ્યું હતું કે-રાજકોટના કોઠારીયા સોલવન્ટની યુવતિ સાથે મારી સગાઇની વાત ચાલતી હતી. પરંતુ મહમદ ઉર્ફ અબલી અહિ વાત આગળ ન વધારવાનું કહી અને રાજકોટમાં પગ નહિ મુકવાનું કહી ધમકાવતો હોઇ પ્લાન ઘડી તેના પર કલરકામમાં વપરાતું થીનર છાંટી દીધું હતું.

આજીડેમ પોલીસે ગઇકાલે નઇમ ચાનીયાને પકડ્યો ત્યારે તેણે એવું રટણ કર્યુ હતું કે મહમદ ઉર્ફ અબલી મારો ફેસબૂક ફ્રેન્ડ હોઇ મારી પોસ્ટ પર ગાળ લખી હોઇ જેથી તેના પર જલદ પ્રવાહી છાંટ્યું હતું. પોલીસને આ વાત ગળે ઉતરતી ન હોઇ વિશેષ પુછતાછ કરતાં નઇમ ચાનીયાએ સાચી વાત જણાવી હતી.  જો કે હજુ પણ તેની વાતમાં કેટલુ તથ્ય છે તે જાણવા પોલીસ ફરિયાદી બનેલા મહમદ ઉર્ફ અબલીને હોસ્પિટલમાંથી રજા અપાયે તેની પાસેથી વિગતો મેળવશે. નઇમને ફરિયાદી અબલી પહેલેથી ઓળખતો જ હતો છતાં ખોટુ બોલી પોલીસને ગુમરાહ કરવા પ્રયાસ કર્યો હતો. પરંતુ આરોપી પકડાઇ જતાં અબલીનું જુઠ્ઠાણું પણ સામે આવ્યું છે. નઇમ સાથે અન્ય બે આરોપી પણ પકડાયા છે. જે કાયદાના સંઘર્ષમાં આવેલા હોઇ તેને બાળ અદાલતમાં રજૂ કરાયા છે.

 પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એચ. એલ. રાઠોડ, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાએ ગુનાનો ભેદ તાકીદે ઉકેલવા સુચના આપી જરૂરી માર્ગદર્શન આપતાં પીઆઇ વી. જે. ચાવડા અને ટીમના પીએસઆઇ ઝાલા, પીએસઆઇ વાઘેલા, મહેન્દ્રભાઇ, શૈલેષભાઇ, ભરતસિંહ, સ્મિતભાઇ, ધર્મેન્દ્રસિંહ, કુલદીપસિંહ સહિતનો સ્ટાફ વધુ તપાસ કરે છે.

(4:16 pm IST)
  • એક બીજી ઘટનામાં જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર અવંતિપોરાના ત્રાલ ખાતે એન્કાઉન્ટર શરૂ થઈ ગયું છે. એક આતંકવાદી માર્યો ગયો છે, જેની ઓળખ થઈ નથી. પોલીસ અને સુરક્ષા દળ સ્થળ પર હાજર છે access_time 9:48 am IST

  • આસામ સરકારે 12 મા ધોરણના બોર્ડના અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો કર્યો : 1984 ની સાલના શીખ દંગલ ,ગુજરાતનું નવનિર્માણ આંદોલન ,2002 ની સાલના કોમી રમખાણો ,તથા અયોધ્યા વિવાદ મામલો સહિતના ચેપટર કાઢી નાખ્યા access_time 11:39 am IST

  • દેશમાં કોરોના કેસનો આંકડો 57 લાખને પાર પહોંચ્યો : રાત્રે 10 વાગ્યા સુધીમાં નવા 58 હજારથી વધુ કેસ ઉમેરાયા :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં સતત વધારો access_time 10:22 pm IST