Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

રાજકોટ ડેરીના રાજકારણમાં ભારે ગરમાવોઃ આક્ષેપોની આતશબાજી

રાજકોટ : રાજકોટ ડેરીના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે અને સામસામી આક્ષેપબાજી કરવામાં આવી રહી છે ત્યારે આજે ખેડુત આગેવાન દિલીપ  સખિયા પર રાજકોટ દુધ ઉત્પાદક સંઘના ચેરમેન ગોવિંદ રાણપરીયાએ ૧૦ કરોડનો ચુનો લગાવવાનો અને દાઉદ સાથેના સંબંધો આરોપ મુકયો છે. જેના જવાબમાં દિલીપ સખિયાએ કહયું આ વાહિયાત વાતો બંધ કરો અમે રૂપિયા બનાવવા નથી આવ્યા.

(4:16 pm IST)
  • શેરબજારઃ સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1147 પોઇન્ટનો ઘટાડો અને નિફ્ટી 337 પોઇન્ટ તુટી, વૈશ્વિક બજારોમાં નરમાઇની ભારતીય બજારમાં અસર, નિફ્ટી 17 જુલાઇ બાદ 10,800ની નીચે જોવા મળી access_time 4:28 pm IST

  • જમ્મુ કશ્મીર : બડગામના ચડોરા વિસ્તારમાં આતંકવાદીઓએ સીઆરપીએફ પાર્ટી પર હુમલો કર્યો : એક સીઆરપીએફ જવાન શહીદ : આતંકીઓ સીઆરપીએફ જવાનની સર્વિસ રાઇફિલ લઇને નાસી ગયા : આતંકીઓને શોધવા સેના દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરાયું access_time 9:47 am IST

  • ખાનગી શાળાઓની ફી માં ઘટાડાનો મામલે કોંગ્રેસનું ગૃહમાંથી વોકઆઉટ, કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ સરકાર પર લગાવ્યા આરોપ, 'સરકાર રાજકીય રોટલા શેકવા મસ્ત છે અને બીજી બાજુ ગુજરાતના યુવાધનનું ભવિષ્ય અંધકારમાં ધકેલાઈ રહ્યું છે' access_time 4:28 pm IST