Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

રીક્ષામાં મુસાફરોની નજર ચુકવી પૈસા સેરવતા ગોવિંદ અને મુકેશ પકડાયા

એ ડીવીઝન પોલીસે ઢેબર રોડ પરથી બંનેને દબોચ્યો

રાજકોટ,તા. ૨૪: શહેરના અલગ-અલગ વિસ્તારમાં મુસાફરોને રીક્ષામાં બેસાડી નજર ચૂકવી મુસાફરોના પૈસા સેરવી લેતા બે શખ્સોને એ ડીવીઝન પોલીસે પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ એ ડીવીઝન પોલીસ મથકના પીઆઇ સી.જી.જોષીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જે.એમ.ભટ્ટ તથા એએસઆઇ ડી.બી.ખેર, હેડ કોન્સ. હારૂનભાઇ આતીયા, વીરેન્દ્રસિંહ ઝાલા, મૌલીકભાઇ સાવલીયા, જગદીશભાઇ વાંક, નરેશભાઇ ઝાલા તથા મેરૂભા ઝાલા સહિત પેટ્રોલીંગમાં હતા. ત્યારે હેડ કોન્સ. વિરેન્દ્રસિંહ ઝાલા તથા જગદીશભાઇ વાંકને મળેલી બાતમીના આધારે ઢેબર રોડ જૂના બસ સ્ટેન્ડ પાસેથી નવાગામ મામાવાડી પાસે સરકારી કવાર્ટરના ગોવિંદ ભાણાભાઇ સોલંકી (ઉવ.૩૦) (દેવીપૂજક) અને મુકેશ ઉર્ફે કાનાભાઇ સોલંકી (ઉવ.૩૦) (દેવીપૂજક)ને પકડી લઇ રૂ. ૫૫,૦૦૦ રોકડ તથા જીજે ૩ બીએકસ ૪૧૧૫ નંબરની રીક્ષા કબ્જે કરી હતી. બંને શખ્સો મુસાફરોને રીક્ષામાં બેસાડી તેની નજર ચૂકવી રોકડ અથવા મોબાઇલ સેરવી લેતા હતા.

(4:12 pm IST)