Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

લોકો હેલ્પ લાઇનનો ખાસ ઉપયોગ કરેઃ ખાનગી હોસ્પીટલ બેડની ના પાડે તો ફરીયાદ કરોઃ આજે ૧૧૯૦ બેડ ખાલી છે

રાજકોટમાં આજે ખાનગી હોસ્પીટલમાં ર૩૯ સહિત કુલ ૧૧૯૦ બેડ ખાલીઃ જેમાં સીવીલમાં-૧૯૮, સમરસમાં-પ૦૧, ઇએસઆઇએસમાં-૪૧, ગોંડલ-સીવીલમાં-૩૯, કેન્સર હોસ્પીટલમાં-૧૩ર, જસદણ સીવીલમાં-ર૧, અને ધોરાજીમાં -૧૯, બેડો ખાલી હોવાનું જણાવતા એડી. કલેકટરઃ લોકો હેલ્પ લાઇનનો ખાસ ઉપયોગ કરેઃ કોઇ ખાનગી હોસ્પીટલ બેડ ખાલી હોવા છતા ન પાડતી હોય તો તુર્ત જ ફરીયાદ કરેઃ હેલ્પ લાઇન ર૪ કલાક ચાલુ છેઃ વેન્ટીલેટર પણ પૂરતા પ્રમાણમાં છે.

(4:11 pm IST)
  • મુંબઈમાં બેફામ વરસાદ વરસ્યા પછી મોડી રાત્રે વરસાદ હવે લગભગ જગ્યાએ રહી ગયો છે. છુટાછવાયા ઝાપટા પડી જાય છે. સવાર સુધી ઝાપટા પડવાનું ચાલુ રહેશે. સવારથી એ પણ ઓછું થઈ જશે. સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાત ઉપર પણ વાદળા તદ્દન ઓછા થઈ ગયેલા નજરે પડે છે. કાલથી વાતાવરણ ચોખ્ખું થવા લાગશે. access_time 12:21 am IST

  • સુશાંતસિંહ રાજપૂત કેસ : બોલીબુડમાં હળકંપ : સુશાંતસિંહ રાજપૂતની ભૂતપૂર્વ ટેલેન્ટ મેનેજર, જયા સહા, જેમને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા બોલીવુડમાં કથિત ડ્રગ્સ નેક્સસ સાથે જોડાણ અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે, તેની પૂછતાજમાં વધુ 4 મોટા ગજાના એ-લિસ્ટર હીરોના નામ જણાવ્યા છે તેમ આધારભૂત સૂત્રોમથી જાણવા મળે છે. ટૂંક સમયમાં NCB આ એક્ટરોને પૂછપરજ માટે બોલાવી શકે છે access_time 9:48 am IST

  • બુમ બુમ બુમરાહ :બુમરાહે ગઈકાલે તેની પહેલી ૩ ઓવરમાં ફકત પાંચ રન આપીને રસેલ અને મોર્ગન જેવી મોટી વિકેટ આપી હતી. જો કે તેની ચોથી ઓવરમાં કમીન્સે ચાર સિકસર સાથે ૨૭ રન ઝૂડી કાઢ્યા હતા. access_time 2:51 pm IST