Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

કૃષિ વિધેયક બીલ ખેડૂતોનું અહિત કરતા છે : ખેડૂતોની સ્વતંત્રતા છીનવાશેઃ ફેર વિચારણા કરોઃ રાષ્ટ્રપતિને આવેદન

રાજકોટ,તા. ૨૪: શહેર કિસાન કોંગ્રેસ ચેરમેન નીલેશભાઇ વિરાણીના આગેવાની હેઠળ રાષ્ટ્રપતિને સંબોધી કલેકટરને આવેદન પાઠવી સાંસદમાં પસાર થયેલ કૃષિવિધેયક બિલ પર ફેર વિચારણા કરવા માંગણી કરી હતી.

આવેદનમાં જણાવેલ કે, અત્યારે સંસદનાં ચાલુ સત્ર દરમિયાન ત્રણ કૃષિ વિધેયક બિલ બંને ગૃહમાં પસાર કરવામાં આવ્યા છે. જે બિલ ખેડૂતોનું અહિત કરતા છે. અને આવનારા સમયમાં દેશનાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાશે તેવું લાગી રહ્યું છે. બીલનો અભ્યાસ કરતા આવનારા દિવસોમાં ખેડૂતોની જમીન કોર્પોરેટ કંપનીઓનાં હાથમાં જતા રહેશે. અને ખેડૂતોની સ્વતંત્રતા છીનવાય જશે. બીલમાં ખેડૂતોની ખેતપેદાશનાં મીનીમમ (ટેકાના) ભાવનો કોઇ ઉલ્લેખ નથી આથી કંપનીઓ તેના મરજી મુજબનાં ભાવ લેશે જેથી કૃષિપ્રધાન દેશનો ખેડૂત બરબાદ થઇ જશે. તથા આ બીલના કારણે કોર્પોરેટ કંપનીઓ દ્વારા ખેત પેદાશની ખરીદી વખતે ભાવમાં ખેડૂતોનું શોષણ થશે.

આવેદન દેવામાં અતુલભાઇ કમાણી, ચેતનભાઇ ગઢીયા વિગેરે જોડાયા હતા.

(4:06 pm IST)