Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

રાજકોટ ગ્રીન ફીલ્ડ એરપોર્ટ માટે ૮.ર૧ હેકટર જમીન સંપાદન થઇ : હજુ ર૦૪ હેકટર બાકી : જયેશ રાદડીયા

(અશ્વીન વ્યાસ-ગાંધીનગર) રાજકોટ, તા., ર૪:  રાજકોટ ગ્રીન ફીલ્ડ એરપોર્ટ માટે જમીન સંપાદન કરવા બાબતે પ્રશ્નના ઉતરમાં નાગરીક ઉડ્ડયન મંત્રી જયેશ રાદડીયાએ જણાવ્યું હતું કે વર્ષ ર૦૧૭માં વડાપ્રધાને રાજકોટ ગ્રીન ફીલ્ડ એરપોર્ટ ખાતમહુર્ત કરેલ તે બનાવવા માટે રાજય સરકાર દ્વારા તા.-ર૦-૧૦-૧૯ની સ્થિતિએ કુલ ૧૦રપ હેકટર જમીન સંપાદન કરવામાં આવી હતી.

આ સંપાદનમાં જે જમીન લેવામાં આવી છે. તેમાં ૨૪૦ હેકટર સરકારી પડતર જમીન ૪ર૯.૯૦ હેકટર વન વિભાગ હસ્તકની જમીન, ટોચ મર્યાદાની ૬૦.૪૧ હેકટર ગૌચર જમીન પર.૬૯ અને ખાનગી ૩૮ હેકટર જમીન મળી કુલ ૮ર૧ ખાનગી ૩૮ હેકટર જમીન મળી કુલ ૮ર૧ હેકટર જમીન સંપાદન કરવામાં આવી છે.

 હવે જે જમીન સંપાદન કરવાની થાય છે તેમાં વન વિભાગની ર૦ર હેકટર અને ખાનગી ર,૦૦,૦૦૦ હેેકટર જમીન આમ કુલ ર૦૪ હેકેટર જમીન સંપાદન કરવામાં બાકી છે.

(4:03 pm IST)