Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

કોરોના બાબતે મ્યુનિ. કોર્પોરેશન સામે થયેલ પી.આઇ.એલ.નો નિકાલઃ સંક્રમિત વિસ્તારના લોકોને સાવચેત કરી નોટીસ લગાવવા હુકમ

ભાવનગર શહેર માટે થયેલ હુકમ મુજબનાના આદેશને રાજકોટ કોર્પોરેશનને અનુસરવુ પડશે : કોંગી કોર્પોરેટર અતુલ અજાણીએ કરેલ પીટીશનમાં હાઇકોર્ટનો આદેશ

રાજકોટ,તા.૨૪ : રાજકોટ મ્યુ. કોર્પોરેશનના કમિશ્નરએ તા.૨૭/૦૭/ર૦ર૨૦ના રોજ કોરોના દર્દાની ઓળખ જાહેર ન કરવા બાબતે મૌખિક આદેશ આપેલ જેની સામે રાજકોટના કોર્પોરેટર અતુલભાઈ રસીકભાઈ રાજાણીએ  ગુજરાત હાઈકોર્ટમાં પબ્લીક ઈન્ટરન્ટ લીટીગેશન  (પી.આઈ.એલ.) પીટીશન બ્રિજ શેઠ - એડવોકેટ મારફત દાખલ કરેલ જેનો હાઇકોર્ટે નિકાલ કરેલ હતો.

આપીટીશનની વિગત મુજબ, મ્યુનિશીપલ કમિશ્નરનો હુકમ પ્રજાના હિતમાં નથી અને ઓથોરીટીએ પ્રજાના આરોગ્ય અને સ્વતંત્રતાની રક્ષા કરવાની જવાબદારી માટે શરમાવાનું કે પીછેહઠ કરવાનું નથી. કોરોના પેશન્ટના નામ પ્રસીધ્ધ કરવાનો મુખ્ય આદેશ એ છે કે તેના સંપર્કમાં આવેલ વ્યકિતઓને જાણ થાય અને તેઓ વિશેષ ગંભીર રીતે સંકમિત થાય તે પહેલા સારવાર લઈ, આઈશોલેટ થઈ, વિશેષ સંક્રમણ ફેલાતું અટકાવી શકે અને પોતાના જીવને તેમજ પોતાના કુટુંબીજનોના જીવને બચાવી શકે. નામ જાહેર કરવાથી સંકમિત વ્યકિતના રોજ રોજના સંપર્કમાં આવતા સ્વીપર, કામવાળા, ધોબી, દુધવાળા, સ્ટાફના સભ્યો, શાકભાજીવાળા, ચોકીદાર, દવા અને જીવન જરૂરીયાતની ઘરબેઠા સેવા પુરી પાડતા વ્યકિતઓ પોતાની જાતને તેવી સંકમિત વ્યકિતથી બચાવી શકે અને વિશેષ સંક્રમણ ફેલાતું અટકાવી શકે. પંરતુ આ

મહામારી બાબતે સાચી સમજણ આપવાને બદલે મ્યુ. કમિશ્નર દ્વારા જાણે કોરોના પેશન્ટએ કઈક ખોટુ કર્યું હોય તેવી ભાવનાને પરોક્ષ રીતે પ્રોત્સાહિત કરતો મૌખિક હુકમ આપી, કોરોના પેશન્ટના નામ જાહેર ન કરવા માટે જે આદેશ કરેલ  તેને ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવેલ.

આ બાબતે રા.મ્યુ. કોર્પોરેશનનો તેમના વકીલ મારફત જવાબ માંગવામાં આવેલ. તેમાં જાહેર કરવામાં આવેલ કે કોરોના મેનેજમેન્ટમાં નામ જાહરે ન કરવાથી વધારે સગવડતા રહે છે. જેનો બ્રિજ શેઠ દ્વારા સખત વિરોધ કરવામાં આવેલ અને રજુઆત કરવામાં આવેલ કે કોર્પોરેશન દ્વારા નામ જાહેર ન કરી, સંકમિત વ્યકિતના આંકડા છુપાવવામાં આવે છે. જેનાથી પ્રજાને મહામારીની ગંભીરતાનો ખ્યાલ આવતો નથી અને સંક્રમણ રોજબરોજ વધતુ જાય છે.

આ પ્રકારની દાદ માંગતી અરજી કે જે ભાવનગર શહેર માટે કરવામાં આવેલ. તેમાં ગુજરાત હાઈકોર્ટએ આદેશ આપેલ છે કે 'જ્યારે ઓથોરીટીના જાણમાં આવે કે કોઈ વ્યકિત ચોકકસ એરીયામાં પોઝીટીવ લક્ષણો ધરાવે છે, ત્યારે જે તે ઓથોરીટીએ જે તે એરીયાના રહેવાસીઓને આ બાબતે સાવચેત (એલર્ટ) કરવા. જેથી જે તે એરીયાના રહેવાસીઓ જે તે સંક્રમિત વ્યકિતના સંપર્કમાં ન આવે. અને આ બાબતે જે તે એરીયામાં દેખાય તેવી જગ્યાએ નોટીસ બોર્ડ મુકવું.'

ઉપરોકત પીટીશનનું હિયરીંગ તથા નજર ગુજરાત હાઈકોર્ટએ ઠરાવેલ છે કે ઉપર્યુકત જણાવ્યા મુજબ ભાવનગર શહેર માટે થયેલ હુકમમાં કોર્ટએ ફરમાવેલ આદેશને અનુસરવું. વિશેષમાં ઠરાવેલ છે કે અરજદાર (અતુલભાઈ રાજાણી) સુચનો - સજેશન રા.મ્યુ.કોપોરેશનના કમિશ્નરને મોકલી શકે છે. અને મ્યુનિશીપલ કમિશ્નર આ સુચનો - સજેશનને ધ્યાનમાં લેશે. અને ભાવનગરની પી.આઈ.એલ.માં હાઈકોર્ટ દ્વારા જે ડાયરેકશન આપવામાં આવેલ છે. તે ધ્યાને લઈ જરૂરી પગલા રા.મ્યુ. કોર્પોરેશન લેશે - આ પ્રમાણે ઠરાવી જાહેર હિતનો અરજીનો નિકાલ કરવામાં આવેલ છે.

આ કામમાં અરજદાર અતુલભાઈ રાજાણી વતી હાઈકોર્ટમાં બ્રિજ વિકાસ શેઠ તથા વિકાસ કે. શેઠ એડવોકેટ દરજજે રોકાયેલ હતા.

(4:28 pm IST)