Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

જાહેરનામાનો ભંગ કરનારા ૩૧ની ધરપકડ

બેકરી, પાન-બીડીની દુકાન, દાળ પકવાનની રેકડી ધરાવતા વેપારીઓ અને બાઇક પર ત્રીપલ સવારી નિકળનારા ચાલકો પણ દંડાયા

રાજકોટ તા. ર૪ :.. શહેરમાં કોરોના મહામારીના પગલે જાહેર કરાયેલા જાહેરનામાના અમલ માટે પોલીસ સક્રિય કામગીરી કરી રહી છે. જેમાં ગઇકાલે બેકરી, પાન-બીડીની દુકાન, કોલ્ડ્રીંકસની દુકાન બહાર ગ્રાહકો વચ્ચે સોશિયલ ડીસ્ટન્સ ન જાળવનાર વેપારીઓ સહિત ૩૧ વ્યકિતઓને પકડી કાર્યવાહી કરી હતી. જેની વિગતો આ મુજબ છે.

એ. ડીવીઝન પોલીસે ત્રિકોણ બાગ પાસેથી રીક્ષા ચાલક રફીક જુસબભાઇ મકવાણા, જયબેલી ચોક પાસેથી રીક્ષા ચાલક રાજેશ શાંતિલાલભાઇ ધોરડા, કન્ટેઇનમેન્ટ ઝોન મનહર પ્લોટ શેરી નં. ૧-૧૬ માંથી જયંત માધવદાસભાઇ પટેલ, એસ્ટ્રોન ચોક સરદારનગર મેઇન રોડ પર શીવાજ બ્યુએરેના શોપમાં ગ્રાહકો એકઠા કરનાર પાર્થ જીતેન્દ્રભાઇ કલ્યાણી, તથા બી. ડીવીઝન પોલીસે પેડક રોડ પર બાઇક પર ત્રિપલ સવારી નીકળેલા અમીત નવીનભાઇ સાંગડીયા, જય હીતેશભાઇ પારેખ, ભાર્ગવ ભરતભાઇ પીપળીયા, તથા આજી ડેમ પોલીસે ત્રંબા બસ સ્ટેન્ડ પાસેથી નાસ્તાની લારી પાસે ગ્રાહકો એકઠા કરનાર કેતન નાનુભાઇ ખોખર, આજી ડેમ ચોકડી પાસેથી રીક્ષા ચાલક નવઘણ બીજલભાઇ જીપડા, તથા માલવીયાનગર પોલીસે નાના મવા મેઇન રોડ પર દુકાન ધરવતા નીરવ અરવિંદભાઇ ઝાલા, ગોંડલ રોડ પી. ડી. માલવીયા કોલેજ પાસે કુળદેવી દાળ પકવાન નામની રેંકડી ધરાવતા રામ ગીગાભાઇ ઓડેદરા, અંબીકા  દાળપકવાન રેંકડી ધરાવતા ઘનશ્યામસિંહ વિક્રમસિંહ પવાર, દોઢસો ફુટ રોડ ઉમીયા ચોક પાસે પ્યાસા પાન નામની દુકાન ધરાવતા વિમલ શાંતિભાઇ ગઢાણીયા, તથા પ્રનગર પોલીસે જામટાવર ચોક પરથી રીક્ષા ચાલક હિરેન કેશરીસિંહ હેરમા, સદરબજારમાંથી રીક્ષા ચાલક અસ્ફાકહુશેન હનીફભાઇ બુખારી, જંકશન પોલીસ ચોકી પાસેથી રીક્ષા ચાલક આદમ ઇસ્માઇલભાઇ જુણાચ, ભીલવાસ ચોક પાસેથી ભારતબેકરી પાસે ગ્રાહકોની ભીડ એકઠી કરનાર મુકેશ મનજીભાઇ રાઠોડ, રેલનગર મેઇન રોડ પર બાઇક પર ત્રીપલ સવારી નીકળેલા સંદીપ સુદામાભાઇ નાવાણી, કસ્તુરબા રોડ પરથી બાઇક ચાલક સાહીલ અનીલભાઇ રૈયાણી, તથા ગાંધીગ્રામ પોલીસે રૈયા રોડ હનુમાનમઢી પાસેથી બાઇક પર ત્રીપલ સવારી નીકળેલા પીયુષ દીનેશભાઇ સનપડીયા, જામનગર રોડ રેલવે કોલોની પાસે રરાધેશયામ કોલ્ડ્રીંકસ દુકાન ધરાવતા સલીમ રજાકભાઇ ડોસાણી, તથા તાલુકા પોલીસે પાટીદાર ચોકમાંથી રીક્ષા ચાલક ભરત અરજણભાઇ ચૌહાણ, રીક્ષાચાલક પુના બોદાભાઇ સોરીયા, કાલાવડ રોડ પરથી બાઇક પર ત્રીપલ સવારી નીકળેલા દુર્ગેશ ભગવાનલાલભાઇ, દુર્ગેશ સજનભાઇ ચૌહાણ મોનુ શિવનાથભાઇ યાદવ, નંદનવન-૩માં ગોપાલ સ્ટોર્સ, દુકાન ધરાવતા ગોપાલ દામોદરભાઇ વીઠલાણી, મવડી રોડ પાટીદાર ચોકમાંથી રીક્ષાચાલક સમીર અનેશભા શેખ, તથા યુનિવર્સિટી પોલીસે રૈયા ટેલીફોન એકસચેન્જ પાસે, રાધેહોટલ ધરાવતા કાના સામંતભાઇ ગાણોલીયા, આકશવાણી ચોક પાસે અનામીકા સોસાયટી સામે રાકેશ સેલ્સ નામની દુકાન ધરાવતા રાકેશ ચતુરભાઇ મોણપરા, પુષ્કરધામ મેઇન રોડ પર ગીરીરાજ એજન્સી નામની પાન-બીડીની દુકાન ધરાવતા હરેશ જસમતભાઇ ડોબરીયાને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(2:53 pm IST)
  • ઉત્તર પ્રદેશની યોગી સરકારનું ક્રાંતિકારી પગલું : મહિલાઓ ઉપર બળાત્કાર કરનારના ફોટા શહેરોના મુખ્ય રસ્તાઓ ઉપર મુકાશે : તેઓને મદદ કરનારના પણ નામ જાહેર કરાશે : મહિલા પોલીસ અધિકારી લુખ્ખાઓને સબક શીખવી દેશે access_time 1:52 pm IST

  • જમ્મુ કશ્મીર : બડગામના ચડોરા વિસ્તારમાં આતંકવાદીઓએ સીઆરપીએફ પાર્ટી પર હુમલો કર્યો : એક સીઆરપીએફ જવાન શહીદ : આતંકીઓ સીઆરપીએફ જવાનની સર્વિસ રાઇફિલ લઇને નાસી ગયા : આતંકીઓને શોધવા સેના દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરાયું access_time 9:47 am IST

  • પાકિસ્તાનના ઇસ્લામાબાદથી પશ્ચિમમાં 4૦ કિલોમીટરે આજે સાવરે 5.46 વાગ્યે (IST) 4.6 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો અને અફઘાનિસ્તાનના કાબુલથી ઉત્તર પૂર્વમાં 237 કી.મી. ના અંતરે 4.3 ની તીવ્રતાનો ધરતીકંપ નોંધાયો : રાષ્ટ્રીય સિસ્મોલોજી કેન્દ્ર access_time 8:39 am IST