Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

પ્રિયેશ અને રક્ષીત આઇપીએલના મેચ પર ઓનલાઇન સટ્ટો રમતાં પકડાયા

ગાંધીગ્રામ પોલીસ અને ક્રાઇમ બ્રાંચના અક્ષરનગર-સેટેલાઇટ ચોકમાં દરોડા

રાજકોટ તા. ૨૪: આઇપીએલ શરૂ થતાં જ સટ્ટા રમવાનું પણ ચાલુ થઇ ગયું છે. ગાંધીગ્રામ અને ક્રાઇમ બ્રાંચની ટીમે બે દરોડામાં આઇપીએલ પર સટ્ટો રમતાં બે શખ્સને પકડ્યા હતાં.

યુનિવર્સિટી રોડ પર વિમલનગર-૬માં રહેતાં પ્રિયેશ ગિરીશભાઇ ધનેશા (ઉ.વ.૨૪)ને ગાંધીગ્રામ અક્ષરનગર ૨૫ વારીયા પાસે મોબાઇલ ફોનમાં એપ્લીકેશન મારફત ઓનલાઇન બેલેન્સ મેળવી કોલકત્તા નાઇટ રાઇડર્સ અને મુંબઇ ઇન્ડિયનની ટીમ પર સટ્ટો રમતાં પકડી લઇ રૂ. ૨૫ હજારનો મોબાઇલ ફોન તથા રૂ. ૧૬૦૦ રોકડા કબ્જે લીધા હતાં. પીઆઇ કે. એ. વાળાની રાહબરીમાં એએસઆઇ એમ. વી. લુવા, ધારાભાઇ નારણભાઇ સહિતે આ કામગીરી કરી હતી.

બીજા દરોડામાં પેડક રોડ પર સેટેલાઇટ ચોકમાં ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી રક્ષીત જગદીશભાઇ પેઢડીયા (ઉ.વ.૨૪-રહે. નંદુબાગ સોસાયટી-૧, સંત કબીર રોડ)ને આઇપીએલની રાજસ્થાન રોયલ અને ચેન્નઇ સુપરકિંંગની મેચ પર મોબાઇલમાં એપ્લીકેશન રન ફેર સેશનનો જૂગાર રમતો હોઇ ડીસીબીના પીએસઆઇ એસ. વી. સાખરા, હેડકોન્સ. મોહસીનખાન, કોન્સ. હિરેનભાઇ સોલંકી સહિતે પકડી લીધો હતો. તેની પાસેથી પોલીસે ૧૨ હજારનો મોબાઇલ ફોન કબ્જે લીધો હતો.

(2:26 pm IST)