Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

સિવિલ કોવિડમાં ૫૦૦ પુસ્તકોની મીની લાયબ્રેરી શરૃઃ બધા વોર્ડમાં ૧૫-૧૫ બૂકનું તક્કાવાર વિતરણ

કોરોનાની સારવાર સાથે દર્દીઓ પુસ્તકો, કેરમ, ડ્રોઇંગ જેવી પ્રવૃતિઓ અને મોટિવેશનલ ફિલ્મો જોઇ હકારાત્મક અભિગમ માટે પ્રવૃતિમય રહે છેઃ નવતર પ્રયોગને સફળતા

રાજકોટ, તા. ર૪ : સવારે ચા-પાણી, નાસ્તો પતાવી હાથમાં વિવિધ પુસ્તકો, કેરમ બોર્ડ, ડ્રોઈંગ શીટ અને કલર લઈ પોતપોતાનામાં મસ્ત બની જતા દર્દીઓ જયારે પ્રવૃતિમય બની જાય છે, ત્યારે એ ભૂલી જાય છે કે તેઓ કોરોનાના દર્દીઓ છે તેમ ડો.મોનાલી માકડીયા જણાવે છે. કોવીડ - ૧૯ હોસ્પિટલ ખાતે દર્દીઓના વિચારો હકારાત્મક બને તે માટે તેમને પ્રવૃતિમય રાખી તેમનો સમય પસાર કરવાના નવતર અભિગમના પ્રણેતા  ડો.મોનાલી જણાવે છે કે, જે દર્દીઓને કોરોનાના સામાન્ય લક્ષણો છે, સતત ઓકિસજન પર રાખવામાં આવતા નથી અને હલન-ચલન કરી શકે છે, તેવા દર્દીઓ દિવસભર માત્ર આરામ જ ન કરે અને શોખ મુજબ પ્રવૃત્ત્િ। દ્વારા સારી રીતે સમય પસાર કરી શકે તે માટે વિવિધ પ્રવૃત્ત્િ।ઓનો પ્રારંભ મેનેજમેન્ટ દ્વારા શરુ કરાયો છે.

દર્દીઓને રસ-રુચિને અનુરૂપ વિવિધ ઇન્ડોર ગેમ્સ રમવા માટે કેરમ બોર્ડ, ચિત્રકામ કરવા માંગતા દર્દીઓ માટે ડ્રોઈંગ શીટ, કલર્સ, ધાર્મિક અને માહિતીસભર ચોપડીઓ, અને દર્દીઓનો ઉત્સાહ વધારવા માટે  હોલમા એક મોટું ટીવી લગાડી તેમાં વિશ્વના પ્રેરણાદાયી વિડીયો કલીપ દેખાડવાની વ્યવસ્થા ઉભી કરી છે. આજે પાંચ દિવસ બાદ દર્દીઓ પ્રવૃતિમય બનતા અહીંનું વાતાવરણ હોસ્પિટલ નહિ, પણ કોઈ લાઇબ્રેરી કે મલ્ટી એકિટવિટી સેન્ટર હોય તેમ લાગતુ હોવાનુ ડો. મોનાલી જણાવે છે.

આ પ્રવૃત્ત્િ। થકી દર્દીઓમાં કેવું પરિવર્તન જોવા મળ્યું છે તેના જવાબમાં ડો. મોનાલી જણાવે છે કે,  પહેલા દર્દીઓ સતત સ્ટાફને પી.પી.ઈ કીટમાં જોઈ ખુબ ગભરાઈ જતા. આખો દિવસ સતત અમને કંઈ થઈ જશે તેવા નકારાત્મક વિચારો કરતા. પરંતુ જયારથી તેમને પ્રવૃત્ત્િ।મય કર્યા છે, ત્યારથી તેઓ ખુબ પ્રસન્ન રહે છે. ગુજરાતી નાટકો, કોમેડી ફિલ્મ અને મોટિવેશનલ વિડીયો જોઈ દર્દીઓમાં હકારાત્મક અભિગમ અને ઉત્સાહ સાથે તેઓની તબિયતમાં ખાસ્સો સુધારો પણ જોવા મળી રહ્યો હોવાનું ડો. માકડીયા જણાવે છે.

કેટલાક દર્દીઓ વાંચી શકતા ન હોય તેમને અટેન્ડન્ટ કે સ્ટાફના અન્ય સભ્યો સમય અનુસાર બુકસ વાંચી સંભળાવે છે. હાલ અલગ અલગ વોર્ડમાં ૪૫ જેટલા પુસ્તકો મુકવામાં આવ્યા છે.  માહિતી વિભાગ દવારા પ્રકાશિત મેગેઝીન તેમજ અન્ય માર્ગદર્શક પુસ્તકો પણ દર્દીઓ વાંચી રહ્યા છે.  કેટલાક દર્દીઓ દ્વારા સુંદર ચિત્રો તૈયાર કરવામાં આવ્યા છે. વિવિધ પ્રવૃત્ત્િ। શરુ થતા દર્દીઓ તેમનો શોખ પૂરો કરે છે.   આ મલ્ટીપલ એકિટવિટીમાં હાલ તેમની સાથે ડો. ડેનિલ તેમજ વોર્ડના ફ્લોર મેનેજર સહયોગ આપી રહ્યા છે. ટૂંક સમયમાં આ પ્રકારની પ્રવૃત્ત્િ। અન્ય કોવીડ હોસ્પિટલ્સ અને કેર સેન્ટર પર અમલી બનાવાશે, તેમ ડો. મોનાલી જણાવે છે.

મનોચિકિત્સક વિભાગના અધીક પ્રાધ્યાપક અને કોવીડ સાથે સંકળાયેલ ડો. મુકેશ પટેલ જણાવે છે કે, પોઝિટિવ વિચારો અને વાતાવરણ વ્યકિતના સ્વાસ્થ્યમાં ખુબ જ મહત્વનો રોલ ભજવે છે. માનસિક રીતે મજબૂત દર્દી ઝડપથી સાજા થઈ શકે છે. તેમને મનગમતી પ્રવૃત્ત્િ। દવારા સતત વ્યસ્ત રાખવાની હીલિંગ થેરાપી અમલી બનાવી નવતર પ્રયોગ હાથ ધરવામા આવ્યો છે.

(1:59 pm IST)
  • મુંબઈમાં બેફામ વરસાદ વરસ્યા પછી મોડી રાત્રે વરસાદ હવે લગભગ જગ્યાએ રહી ગયો છે. છુટાછવાયા ઝાપટા પડી જાય છે. સવાર સુધી ઝાપટા પડવાનું ચાલુ રહેશે. સવારથી એ પણ ઓછું થઈ જશે. સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાત ઉપર પણ વાદળા તદ્દન ઓછા થઈ ગયેલા નજરે પડે છે. કાલથી વાતાવરણ ચોખ્ખું થવા લાગશે. access_time 12:21 am IST

  • આજથી 3 દિવસ માટે પંજાબ બંધ : કૃષિ બિલના વિરોધમાં 24 થી 26 સપ્ટેમ્બર દરમિયાન બંધનું એલાન : રેલ રોકો આંદોલનને કારણે અનેક રૂટની ટ્રેનો બંધ રહેશે : અમુક ટ્રેનોના સમય બદલાશે : વાહન વ્યવહાર ઉપર અસર થશે : આંદોલનકારીઓ પ્રત્યે નરમ વલણ અપનાવવા પોલીસ ડિપાર્ટમેન્ટને રાજ્ય સરકારની સૂચના : શાંતિપૂર્ણ આંદોલન કરવા અનુરોધ access_time 11:53 am IST

  • 2 લાખ જેટલા વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચારઃ ધો-12ની પૂરક પરીક્ષાને લઇ CBSEનું કોર્ટમાં નિવેદન, પરિણામ 10 ઓક્ટોબર સુધીમાં આવશે, 31 ઓક્ટોબર સુધી કોલેજમાં એડમિશન લઇ શકાશે access_time 4:26 pm IST