Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

સિવિલ કોવિડમાં મેં ડોકટરોને દર્દીઓને જમાડતાં જોયા છેઃ કાનાભાઇ પરમાર

ઇજનેરી ભુસ્તરશાસ્ત્રી કચેરીના કર્મચારીએ વ્યકત કર્યો અનુભવ

રાજકોટ, તા. ર૪ : લોકો જાણ્યા વગર  ભલે ગમે તે વાતો કરે પણ હું રાજકોટની સિવિલ હોસ્પિટલની મારા જાત અનુભવ પરથી  વાત કરું તો રાજકોટની પી.ડી.યુ. હોસ્પિટલમાં દર્દીઓને ડોકટરોમાં ભગવાનના દર્શન થાય છે. મેં ડોકટરોને  જમી ન શકતા દર્દીને જમવામાં મદદ કરતા અને દર્દીને પાણી પીવડાવતા જોયા છે. આ શબ્દો છે રાજકોટમાં બહુમાળીમાં ઇજનેરી ભુસ્તરશાસ્ત્રીની કચેરીમાં ફરજ બજાવતા અને કોરોના વાયરસથી સંક્રમિત થતા રાજકોટની સિવિલમાં સારવાર લઇ સંપૂર્ણ સ્વસ્થ થયેલા કર્મયોગી કાનાભાઇ અજાભાઈ પરમારના. સિનિયર કલાર્ક કાનાભાઇએ કોરોનાને મ્હાત કરી તેની ફરજ પર હાજર થઈ પી.ડી.યુ.ની શ્રેષ્ઠ સારવારનો જાત અનુભવ વર્ણાવતાં  કહ્યુ હતું કે,  ત્રણ દિવસની બીમારી બાદ સીટી સ્કેન અને કોરોના અંગેના ટેસ્ટ રિપોર્ટથી કોવિડ પોઝિટિવ હોવાનુ નિદાન થતાં શરૂઆતમાં બહુ તકલીફ ન હોવાથી  હું હોમ આઇસોલેટેડ થયો હતો. દ્યરે તબીબો નિયમિત તપાસ કરવા આવતા હતા. ઓકિસજનનું પ્રમાણ ઓછું જણાતા રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયેલા  આ કર્મચારીએ જણાવ્યું હતું કે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં તબીબો અને સ્ટાફ દ્વારા દર્દીની સારામાં સારી સારવાર અને મદદ કરવામાં આવે છે તેમણે એમ પણ કહ્યું કે હું જે વોર્ડમાં દાખલ થયો હતો તેની બાજુમાં એક વૃદ્ઘાને જમવામાં તકલીફ પડતી હતી. ડોકટરો તેમને હિંમત આપીને તેમને જમાડવામાં પણ મદદ કરતા અને પાણી પણ પિવડાવતા મેં જોયા છે. સમયસર દવા પણ આપવામાં આવતી હતી.

(1:57 pm IST)