Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

કોરોના કાળમાં એમબીબીએસના ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ શીખી રહ્યા છે તબિબી સેવાના પાઠ

રાજકોટ, તા. ર૪ : કોરોના મહામારીના કપરા કાળમાં મેડીકલ શાખાના અનેક વિદ્યાર્થીઓ નૈતિક ફરજ સમજી સામાજિક જવાબદારી વહન કરવા માટે આગળ આવ્યા છે. રાજકોટની પી ડી. યુ. મેડીકલ કોલેજમાં એમ.બી.બી.એસ. ના ત્રીજા વર્ષમાં અભ્યાસ વિદ્યાર્થીઓ આ સંકટના સમયમાં કોવિડ સહાયક તરીકે ફરજ બજાવી રહ્યા છે. આ વિપરિત પરિસ્થિતિમાં વ્યાવસાયિક મૂલ્યોને જાળવી તેઓ તબીબી સેવાના વિશિષ્ટ  પાઠ શીખી રહ્યા છે.

 વિદ્યાર્થી નિસર્ગ ધામેચા કહે છે કે, એક દિવસ અમારી કોલેજમાંથી વોલન્ટરી સેવા માટે ફોન દ્યંટડી રણકી. કોવિડ સહાયક તરીકે ફરજમાં જોડાવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો. પણ મનમાં અનેક પ્રશ્નો ઉપસ્થિત થયા, કેવી રીતે કામ કરીશું ? અમારી પાસે કામ કરવાનો કોઈ અનુભવ તો નથી. કઈ રીતે મદદરૂપ બની શકીશું ? સાથે જ એક સુરક્ષિત વાતાવરણ છોડીને જોખમી સ્થિતિમાં શા માટે જવું એવો થોડો ડર પણ હતો. બીજી તરફ ઓગસ્ટ માસમાં કોરોના સંક્રિમત કેસની સંખ્યા વધવાના સંજોગોમાં એક મેડીકલ શાખાની વિદ્યાર્થીની નૈતિક અને સામાજિક જવાબદારીને લક્ષમાં રાખીને, જો કોઈને જીવ બચાવવામાં થોડા પણ મદદરૂપ થઈ શકીએ, તેનાથી ઉત્ત્।મ શું હોઇ શકે, તેવા વિચાર સાથે આ સેવામાં જોડાયા હતા.

નિસર્ગ ધામેચાએ આનંદસભર સ્વરે કહયું હતું કે, નવુ શીખવાની સાથે કપરી પરિસ્થિતિમાં કોલેજના ડીપાર્ટમેન્ટને મદદરૂપ થઈ શકયાનો, અમારી સેવાની યોગ્ય સરાહના થવાનો અને આ માટે અમને મળેલા પ્રોત્સાહનનો અમને ખૂબ આનંદ છે.

(1:55 pm IST)